હાઇકોર્ટનો આદેશ:કન્ટેમ્પટ પિટિશનમાં 4 પેજથી વધુનો જવાબ રજૂ ન કરવા સરકારને કહ્યુ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મુખ્ય સરકારી વકીલે 100 પેજનો જવાબ રજૂ કરતા કોર્ટની ટકોર
  • મારી 12 વર્ષની કારકિર્દીમાં આટલો મોટો જવાબ જોયો નથી: CJ

સરકાર સામે હાઇકોર્ટના હુકમનું પાલન નહિ કરવાને લીધે થયેલી કન્ટેમ્પટ પિટિશનની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે મુખ્ય સરકારી વકીલને સોગંદનામું ટૂંકાણમાં કરવા અને મદદનીશ સરકારી વકીલને સોગંદનામું કેવી રીતે કરવું તે અંગે સમજ આપવા આદેશ કર્યો છે.

ચીફ જસ્ટિસ અરવિંદકુમારે એવી ટકોર કરી હતી કે, કન્ટેમ્પટ પિટિશનમાં 4 પાનાંથી વધુ મોટી એફિડેવિટ ક્યારેય હોવી જોઈએ નહિ. મારી 12 વર્ષની કારકિર્દીમાં કોઇ કોર્ટમાં કન્ટેમ્પટ પિટિશનમાં 4 પાનાંથી વધુનો જવાબ જોયો નથી. અહીં ગુજરાતમાં તમે 100થી ઓછા પાનાંની એફિટેવિટ ક્યારેય કરતા નથી. ચીફ જસ્ટિસે સરકારને કેવી રીતે સોગંદનામા કરવા તે અંગે સમજણ આપતા ટકોર કરી હતી કે, તમારી સામે કેમ કન્ટેમ્પ્ટ પિટિશન થઇ છે તેના કારણો અને તેનો અમલ કરવા માટે શા માટે વિલંબ થઇ રહ્યો છે તેના સિવાય કોઇ બીજી વાત સોગંદનામામાં ન કરવી જોઇએ. તમારી એફિડેવિટ 100 પાનાંની હોય છે તેને સરળ બનાવો અને ચાર ફકરામાં પૂરી કરો અને તેને સાબિત કરવા માટે 2 દસ્તાવેજથી વધુ બિડાણ ન કરો.

ચીફ જસ્ટિસની ટકોર બાદ મુખ્ય સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે, કેટલાક કિસ્સામાં કેસની પૂરી સમજ માટે વિગતવાર સોગંદનામુ કરવું પડે છે. દસ્તાવેજી પુરાવા પણ જોડવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...