નરોડાના કૃષ્ણનગરમાં આવેલી અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલનો પ્રોવિઝનલ ફી ઓર્ડર જાહેર કરાયો છે. સ્કૂલે ફી નક્કી કરવા માટે કુલ 2.20 કરોડનો ખર્ચ રજૂ કર્યો હતો, પરંતુ ફી રેગ્યુલેટરી કમિટી (એફઆરસી)એ સ્કૂલના હિસાબના અવલોકન બાદ સ્કૂલના બિલ્ડિંગના ભાડાના 72 લાખ, ટ્રાન્સપોર્ટેશનના 83 હજાર, સ્ટાફને અપાયેલા યુનિફોર્મના 1.82 લાખનો ખર્ચ રજૂ કર્યો હતો, પરંતુ એફઆરસીએ આ તમામ ખર્ચ નામંજૂર કર્યો છે. સ્કૂલે 2021-22ની ફીમાં 80 હજાર સુધીની ફી માગી હતી, પરંતુ એફઆરસીએ 25 હજાર સુધીની જ પ્રોવિઝનલ ફી મંજૂર કરી છે.
એફઆરસી દ્વારા દરખાસ્ત કરનારી સ્કૂલોની ફી જાહેર કરવાની શરૂઆત કરવામાં આવી છે. એફઆરસી દ્વારા સ્કૂલોની નક્કી કરવામાં આવતી ફીમાં કોરોના સમય દરમિયાન સ્કૂલોના થયેલા ખર્ચને ખાસ ધ્યાનમાં લેવામાં આવી રહ્યો છે, જેથી સ્કૂલોએ માગેલી ફી અને પ્રોવિઝનલ નક્કી થયેલી ફીમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
અંકુર સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવેલા ખર્ચનો એફઆસીએ બારીકાઈથી અભ્યાસ કર્યો હતો, જેમાં સ્કૂલના કુલ ખર્ચમાંથી 1.40 કરોડના ખર્ચને માન્ય રાખવામાં આવ્યો છે. સ્કૂલને નક્કી થયેલી પ્રોવિઝનલ ફીમાં કોઈ સમસ્યા હશે તો આવનારા સમયમાં સંચાલકો રિવિઝન માટેની અરજી એફઆરસીમાં કરી શકશે. એફઆરસીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આવનારા સમયમાં એફિડેવિટ કરનારી સ્કૂલોની સામે દરખાસ્ત કરનારી સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવશે.
એફઆરસીએ નક્કી કરેલી પ્રોવિઝનલ ફી
ધોરણ | સ્કૂલે માગેલી ફી | નક્કી પ્રોવિઝનલ ફી |
પ્રી પ્રાઇમરી | 47 હજાર | 15 હજાર |
ધોરણ 1થી 5 | 45 હજાર | 15 હજાર |
ધોરણ 6થી 8 | 45 હજાર | 18 હજાર |
ધોરણ 9 | 48 હજાર | 18 હજાર |
ધોરણ 11 (અં.મા) (સા.પ્ર) | 48 હજાર | 20 હજાર |
ધોરણ 11 (અં.મા) (વિ.પ્ર) | 80 હજાર | 25 હજાર |
ધોરણ 11 (ગુ.મા) (સા.પ્ર) | 46 હજાર | 20 હજાર |
ધોરણ 11 (ગુ.મા) (વિ.પ્ર) | 72 હજાર | 25 હજાર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.