અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલય માં સક્કરબાગ જુનાગઢ થી લાવવામાં આવેલા એશિયાટીક સિંહનું વૃદ્ધાવસ્થાના કારણે મૃત્યુ થયું છે. એશિયાટીક સિંહ નર (અંબર)ના તમામ અવયવો જેવા કે નખ, ચામડી અને સંપૂર્ણ શરીરનો અગ્નિસંસ્કાર કરી તેની રાખને ઉંડા ખાડામાં દાટીને સંપૂર્ણ નાશ કરવામાં હોવાનું પ્રાણી સંગ્રહાલય ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સિંહની ઉંમર 18 વર્ષ જેટલી હતી.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હસ્તક કમલા નેહરૂ પ્રાણીસંગ્રહાલય, કાંકરિયા અમદાવાદ ખાતે 26 ડિસેમ્બર 2008ના રોજ સકકરબાગ ઝૂ, જુનાગઢ થી એશિયાઈ સિંહ નર (અંબર) ને લાવવામાં આવેલ હતો. હાલમાં તેની ઉંમર 18 વર્ષ જેટલી હતી. જે છેલ્લા 15 દિવસથી બીમાર વૃધ્ધાવસ્થાનાને કારણે શારીરિક નબળાઈ જણાતાં તેની સઘન સારસંભાળ ચાલુ હતી. રવિવારે મોડી રાતે એશિયાટીક સિંહનું વૃધ્ધાવસ્થાના કારણે કુદરતી મૃત્યુ થયું હતું. એશિયાટીક સિંહ નર (અંબર)ના મૃત શરીરને પોસ્ટ મોર્ટમ કરવા માટે આણંદ વેટરીનરી કોલેજ ખાતે મોકલવામાં આવ્યું હતુ.
આણંદ વેટરીનરી કોલેજના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવ્યા મુજબ એશિયાટીક સિંહ નર (અંબર)નું મૃત્યુ વૃધ્ધાવસ્થાના કારણે થયું છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, નવી દિલ્હીના નીતિ નિયમ મુજબ વનખાતાના અધિકારી તથા પંચોની હાજરીમાં જ આ મૃત એશિયાટીક સિંહ નર (અંબર)ના તમામ અવયવો જેવા કે નખ, ચામડી અને સંપૂર્ણ શરીરનો અગ્નિસંસ્કાર કરી તેની રાખને ઉંડા ખાડામાં દાટીને સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે.
હાલમાં કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં કુલ - 2006 વન્ય પ્રાણી પક્ષીઓ રાખવામાં આવેલા છે તેમાં એશિયાટીક સિંહ નર- 1 અને માદા- 2, વાઘ-નર-1 અને માદા -2, સફેદ વાઘણ-1, દિપડાઓ-4, એક જોડી હિપ્પોપોટેમસ, હાથણી-1, ઝરખ માદા-1 અને તથા 16 શિયાળ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.