કોણ તારશે?:એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ હવે ન ધણિયાતી બની, હાલનું તંત્ર કોઈ વ્યવસ્થા કે કંટ્રોલ ન કરી શક્યું

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
1200 બેડની સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સની લાઈનો લાગે છ. ઈન્સેટ તસવીરમાં ડો. એમ. એમ. પ્રભાકર. - Divya Bhaskar
1200 બેડની સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સની લાઈનો લાગે છ. ઈન્સેટ તસવીરમાં ડો. એમ. એમ. પ્રભાકર.

કોરોનાને કારણે એશિયાની સૌથી મોટી હોસ્પિટલની સ્થિતિ પહેલાં જેવી રહી નથી. હાલ લોકો ચર્ચા કરી રહ્યા છે કે જો સિવિલ હોસ્પિટલમાં એમ. એમ. પ્રભાકર જેવા ડોક્ટર અને કુશળ વહીવટકર્તા હોત તો હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ન હોત. હવે સરકાર ખુદ સિવિલ હોસ્પિટલ માટે કોઈ નિર્ણય લઈને થોડા સમય માટે પણ પ્રભાકરને પાછા લાવે તો પરિસ્થિતિ ફરી કંટ્રોલમાં આવી શકે છે.

લોકો બચવાની આશા સાથે સિવિલ આવે છે
અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે, જ્યાં દર્દીઓ પોતે બચી જશે અને તેમને કોઈ તકલીફ નહીં પડે તેવી આશા સાથે આવે છે, પણ હવે આ સિવિલ હોસ્પિટલને જોઈને ખરેખર દયા આવી રહી છે. અહીં આવતા દર્દીઓને ગેટ પર કલાકો સુધી એમ્બ્યુલન્સમાં સારવાર લેવી પડે છે. બીજી જગ્યાએ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા અને સ્થિતિ પણ હવે કદાચ વહીવટકર્તા ડોક્ટર પાસે નથી રહી એવું લાગી રહ્યું છે.

સિવિલ હોસ્પિટલ આગળ 108 એમ્બ્યુલન્સની લાઈનો લાગે છે.
સિવિલ હોસ્પિટલ આગળ 108 એમ્બ્યુલન્સની લાઈનો લાગે છે.

હોસ્પિટલમાં એડમિટ માટે એમ્બ્યુલન્સમાં જ વેઈટિંગ રહે છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દૂર દૂરથી લોકો સારવાર કરાવવા માટે આવતા હતા. અહીં લોકોએ પોતાનાં સ્વજનોને ચાલતા ઘરે લઈ ગયા છે, પણ હવે સિવિલ હોસ્પિટલમાં સ્થિતિ કંઈક અલગ છે. હોસ્પિટલમાં આવતા લોકો તેમને હોસ્પિટલમાં એડમિટ કરશે કે કેમ અને ક્યાં સુધી એમ્બ્યુલન્સમાં જ વેઈટિંગ કરવું પડશે એ નક્કી નથી.

પ્રભાકરે કોઠસૂઝથી કોઈ વિવાદ થવા ન દીધા
2020માં કોરોના અને લોકડાઉન વચ્ચે સિવિલ હોસ્પિટલ પહેલી વખત કોરોના ટ્રીટમેન્ટ શરૂ કરી રહી હતી, પણ ક્યાંક કોઈ દર્દી કે સગાને આટલી હદે તકલીફ પડી ન હતી, કારણ કે સરકારે એ વખતે સિવિલના સૌથી અનુભવી ડોક્ટર એમ. એમ. પ્રભાકરને સ્પેશિયલ ડ્યૂટીનો રોલ આપ્યો હતો, જેમણે પોતાની કોઠાસૂઝ અને વ્યવસ્થા તેમજ વ્યવહારને કારણે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કોઈ મોટો વિવાદ કે બૂમ પડવા દીધી ન હતી.

ડો. એમ. એમ. પ્રભાકરની ફાઈલ તસવીર.
ડો. એમ. એમ. પ્રભાકરની ફાઈલ તસવીર.

હોસ્પિટલ હાંફી ગઈ હોય એવી સ્થિતિ
હવે પ્રભાકર સિવિલમાં રહ્યા નથી અને તેની અસર ફરી દેખાઈ રહી છે. હાલ 70 એમ્બ્યુલન્સ લાઈનમાં છે, લોકો 4 કલાક વેઈટિંગમાં હોસ્પિટલ બહાર, 108 સિવાય એન્ટ્રી નહીં અને રોજની કાળજું કંપાવતી મૃતકોની સંખ્યા ખરેખર સિવિલ હોસ્પિટલ હવે હાંફી ગઈ હોય એવું સાબિત થઈ રહ્યું છે.

ફોન ઉપાડવાની તસદી પણ નથી લેતા
2020 અને 2021માં સિવિલ હોસ્પિટલમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. અહીંના વહીવટકર્તા ફોન ઉપાડવાની તસદી પણ નથી લેતા તેમજ અન્યને ફોન આપીને કહે છે કે સાહેબ ફાઈલમાં સહી કરે છે. સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ ખૂબ ગંભીર સાબિત થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...