IT વિભાગની કાર્યવાહી:એશિયન ગ્રેનિટોના દરોડામાં હવે શેર બજારના દસ્તાવેજો તપાસાશે, અત્યાર સુધીમાં 100 કરોડથી વધુની કરચોરી સામે આવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શેર માર્કેટમાં શેરના ભાવમાં વધ-ઘટ કરતાં હોવાનું સામે આવ્યું

આઇટી વિભાગ દ્વારા એશિયન ગ્રેનિટો પર કરાયેલી દરોડાના કામગીરીમાં બુધવારે પણ દસ્તાવેજોની ચકાસણી ચાલુ રહી હતી. હવે આગામી દિવસોમાં શેરબજારમાં એશિયા ગ્રેનીટોના ભાવમાં ઉથલપાથલ કરનાર તરફ પણ તપાસનો કરવામાં આવશે.અત્યાર સુધી મળેલા દસ્તાવેજોમાં 100 કરોડથી ‌વધારેની કરચોરી હોવાની બાબત પણ તપાસમાં છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર એશિયન ગ્રેનીટો પરના દરોડાની તપાસમાં સ્થળ પર પુર્ણ થયા બાદ હવે દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જે દસ્તાવેજોમાં શેર બજારમાં રિંગ કરીને ભાવોને ઉપર નીચે કરનાર સામે પણ તપાસનો દૌર આગળ ધપાવવામાં આવ્યો છે. નોંધનિય છે કે, તે ઉપરાંત જમીનના દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે, અત્યાર સુધીમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 20.50 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. તે ઉપરાંત 36 જેટલા લોકરો સીલ કરવામાં આ‌વ્યા છે.

મંગળવારે ઇન્કમટેક્સ વિભાગે માત્ર 2 લોકર ખોલતાં તેમાંથી સોનાના દાગીના મળ્યા છે, હજુ બીજા 36 લોકરોની તપાસ કરવાની બાકી હોવાથી અન્ય ઘણા દસ્તાવેજો અને રોકડ મળે તેવી આશંકા છે. આગામી દિવસોમાં આ લોકરોની તપાસ કરવામાં આવશે તેની સાથે અત્યાર સુધીની તપાસમાં શેર માર્કેટમાં પણ ઉથલપાથલના કેટલાક દસ્તાવેજો મળતાં તેમાં સંકળાયેલા લોકોની પણ તપાસ કરવામાં આવશે તેમ સુત્રો પાસેથી માહિતી મળી છે.

આ સાથે તપાસમાં ગ્રૂપે જમીનમાં કરેલા 100 કરોડના વ્યવહારો પકડાયા છે. આ ઉપરાંત અંદરો અંદર 500 કરોડના વ્યવહારો કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છેકે, દરોડામાં 40 સ્થળે તપાસ કરવામાં આવી હતી તે તપાસ કામગીરી પુર્ણ થઇ ગઇ છે હવે જે દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે તેની વધુ તપાસ માટે ટીમો કામે લાગી છે.

અન્ય સમાચારો પણ છે...