IT વિભાગની કાર્યવાહી:એશિયન ગ્રેનિટોના વધુ 5 કરોડના રોકાણના વ્યવહાર મળ્યા, આઈટીને એશિયન ગ્રેનિટોના વધુ 5 કરોડના રોકાણના વ્યવહાર મળ્યા

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

એશિયન ગ્રેનિટો પર દરોડા દરમિયાન આઈટીને મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળી આવ્યા હતા. જેની તપાસ કરતાં વધુ 5 કરોડના રોકાણ અને બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. હજુ પણ આ અંક વધે તેવી શક્યતા છે. દસ્તાવેજોમાં કંપની દ્વારા રૂ. 5 કરોડના રોકાણ કર્યા હોવાના પુરાવા મળી આવ્યા છે. હજુ પણ 30 લોકરની તપાસ ચાલી રહી છે.

ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહીમાં ફાઇનાન્સર સંકેત શાહ અને રૂચિત શાહ તથા દીપક શાહને ત્યાં રૂ.20 કરોડ રોકડા મળ્યા હતા. ભાજપના એક રાજકીય નેતા સાથે ઘરોબો ધરાવતી સેજલ શાહના નિવાસસ્થાન અને ઓફિસ ખાતેથી મળી આવેલા દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. દરોડામાં મળી આવેલા દસ્તાવેજની તપાસ કરતા આઈટીને વધુ રૂ. 5 કરોડના રોકાણો મળ્યા છે.

દરોડામાં અત્યાર સુધી 25 કરોડ રોકડા મળ્યા
એશિયન ગ્રેનિટો પરના દરોડામાં અત્યાર સુધી રૂ. 450 કરોડના બિન હિસાબી વ્યવહારો, 37 લોકર, સવા કિલો સોનું, 25 કરોડ રોકડા તેમજ 20 પ્રોપર્ટીના દસ્તાવેજ મળ્યા છે. દસ્તાવેજની ચકાસણી કરતા તેમાં વધુ રૂ. 5 કરોડના રોકાણના દસ્તાવેજો તેમજ બિનહિસાબી વ્યવહારો મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...