તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:અશેષ સામે અરજી કરનાર આશિષ પટેલ પોલીસ સમક્ષ આવતો જ નથી

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
અશેષ અગ્રવાલની ફાઇલ તસવીર - Divya Bhaskar
અશેષ અગ્રવાલની ફાઇલ તસવીર
  • આશિષને પોલીસે જરૂરી પુરાવા સાથે આવવા જણાવ્યું હતું
  • ગુમ થયાના 16 દિવસ છતાં અશેષ વિરુદ્ધ કોઈ ફરિયાદ આવી નથી

અશેષ અગ્રવાલ ગુમ થયાના 16 દિવસ થયા હોવા છતાં પોલીસને કોઈ ભાળ મળી નથી. અશેષ વિરુદ્ધ બોપલ પોલીસમાં છેતરપિંડીની અરજી કરનાર આશિષ પટેલને જરૂરી પૂરાવા લઈને પોલીસ બોલાવી રહી છે, પરંતુ આશિષ પટેલ પોલીસ પૂરાવા લઈને પોલીસ સમક્ષ હાજર થતા નથી.

સેટેલાઈટ અસાવરી ટાવરમાં રહેતા એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ રોકાણકારોના કરોડો રૂપિયા લઈને ભાગી ગયો હોવાની વાત છે. જો કે અશેષ તેના 10 થી 12 દિવસ સુધી તો એક પણ રોકાણકાર પોલીસ સમક્ષ આવ્યા ન હતા. તેમજ અશેષ કોઈના પૈસા લઈને ભાગી ગયો હોવાની એક પણ રજૂઆત પોલીસ સમક્ષ આવી ન હતી.

પરંતુ ત્યારબાદ આશિષ પટેલે બોપલ પોલીસ સ્ટેશનમાં અશિષ વિરુધ્ધ અરજી આપી હતી. જેમાં એવો આક્ષેપ કર્યો છે કે તેમણે રૂ.18 લાખમાં અશેષ મારફતે ઓફિસ બુક કરાવી હતી. આટલું જ નહીં આશિષ પટેલે પૂરે પૂરા પૈસા અશેષને આપી દીધા હતા. જ્યારે અશેષે તેમાંથી માત્ર રૂ.1.81 લાખ જ બિલ્ડરને આપ્યા હતા.

જ્યારે બાકીના પૈસા અશેષ લઈને ભાગી ગયો હતો. જેના કારણે બિલ્ડરે આશિષ પટેલને ઓફિસનો કબજો આપ્યો ન હતો. જો કે આશિષ પટેલની અરજીના આધારે બોપલ પોલીસે આશિષ પટેલને જરૂરી પુરાવા લઈને હાજર થવા જણાવ્યું હતુ. પરંતુ 4 - 5 દિવસ પછી પણ આશિષ પટેલ પુરાવા લઈને પોલીસ સમક્ષ હાજર થયા નથી.

જ્યારે આશિષ પટેલ સિવાય બોપલ પોલીસ કે સેટેલાઈટ પોલીસ સમક્ષ બીજા એક પણ રોકાણકારની રજૂઆત, અરજી કે ફરિયાદ આવી જ નથી. જેથી પોલીસ પણ હવે માની રહી છે કે અશેષ ઉપર જે રીતે કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપો થઇ રહ્યા છે, તે વાત હવે પાયા વગરની લાગી રહી છે. તેમ છતાં પણ વાસ્તવિકતા શું છે તે તો અશેષ પાછો આવે ત્યારબાદ જ જાણી શકાય તેમ હોવાથી પોલીસે અશેષ અગ્રવાલને શોધવા માટે ફરી વખત ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...