છેતરપિંડી:અશેષ અગ્રવાલ સહિત 4 સામે પૈસા લઈ ફ્લેટ નહિ આપી ઠગાઈ કર્યાની અરજી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્લેટ વેચવાનું કહી વ્યક્તિ પાસેથી રૂ. 14.50 લાખ લઈ લીધા હતા
  • વસ્ત્રાપુર પોલીસમાં અશેષ, દંપતી અને કન્સ્ટ્રક્શન કંપની સામે અરજી કરાઈ

સેટલાઈટના ગુમ થયેલા એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલે વસ્ત્રાપુરમાં રહેતા દંપતીનો ફલેટ વેચાણ આપવાનું કહીને 1 વ્યક્તિ પાસેથી એડવાન્સ પેટે 14.50 લાખ લઈને ફલેટ વેચાણ નહીં આપી છેતરપિંડી કર્યાની અરજી વસ્ત્રાપુર પોલીસમાં કરાઈ છે.

મુળ ઉત્તરપ્રદેશના અને હાલ વેજલપુરની બકેરીસિટિમાં રહેતા અભિનવ શર્માને ઈન્ટરનેટ એડવર્ટાઈઝથી ફલેટ ખરીદવાની પ્રક્રિયામાં તેમનો સંપર્ક અશેષ અગ્રવાલ સાથે થયો હતો. જે તે સમયે અશેષ અગ્રવાલે અભિનવ શર્માને કહ્યું હતું કે, તેની પાસે એક ઈન્વેસ્ટરનો ફલેટ છે જે શરન ગોયલ અને સવિતા ગોયલ આકાશ ટાવરમાં રહે છે. તેમણે સ્વાતિ ક્રિસન્ટા, શેલા અમદાવાદ ખાતે ફલેટ વેચાણ રાખ્યો છે. જેથી તે અંગેની માહિતી આપીશું પછી વેચાણ અંગે તમામ બાબતો નકકી કરીશુ.

અભિનવ શર્મા અશેષની હાજરીમાં ગોયલ દંપતીને મળીને ક્રિસન્ટા ખાતે મિલકત જોવા હતા. અભિનવ શર્માએ ફલેટ ખરીદવાનું કહ્યું હતું. ગોયલ દંપતીના ઘરે અશેષની હાજરીમાં 1 લાખ ફલેટના બાનાપેટે આપ્યા હતા. ​​​​​​​ફ્લેટ ખરીદવા અભિનવ શર્માએ રૂ. 45 લાખની લોન કરાવી હતી. તેમણે સ્વાતિ કન્સટ્રક્શનના નામનો રૂ. 7 લાખનો ચેક આપ્યો હતો. જેના આધારે ગોયલ દંપતીના નામે થયેલું બુકિંંગ ટ્રાન્સફર કરીને ફ્લેટનુ બુકિંગ અભિનવ શર્માના નામે કરાયું હતું. અશેષે બંને પાર્ટીને ઘરે બોલાવીને હિસાબ પેટે બાકીની રકમ રૂ. 6.50 લાખ લીધી હતી અને ફલેટ વેચાણની કાર્યવાહી પૂરી થઈ હોવાનું કહ્યું હતું. અશેષ ઘરે કે ઓફીસે ન મળતા અભિનવ શર્માએ ગોયલ દંપતીના ઘરે જતા તેમને જાણ થઈ હતી કે, અશેષ અગ્રવાલ ક્યાંક ચાલ્યા ગયા છે.

બીજી બાજુ ગોયલ દંપતીએ અભિનવ શર્માને કહ્યું કે, તેમને કોઈ ફલેટ વેચાણ આપ્યો નથી કે કોઈ રકમ લીધી નથી. આ રકમ લઈને અશેષ કયાંક ચાલ્યો ગયો છે. આ સાંભળી અભિનવે પૈસા ડૂબી ગયાનું જણાતા વસ્ત્રાપુર પોલીસમાં અશેષ અગ્રવાલ, શરન ગોયલ, સવિતા ગોયલ અને સ્વાતિ કન્સ્ટ્રકશન સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવાની માગણી કરતી અરજી કરી હતી.

બાનાખત રજિસ્ટર્ડ કરાવ્યો નથી
અભિનવ શર્માએ કરેલી અરજીમાં આક્ષેપ કરાયો છે કે, તેમણે સામેવાળા પાસે સરકારી નિયમ મુજબ રેરા કાયદા પ્રમાણે રજીસ્ટર્ડ બાનાખતની માંગણી કરતા તેમને વાયદા કરવામાં આવ્યા હતા. જે આજદિન સુધી સમય પસાર કરીને તેમને કોઈ કાયદેસરના બાનાખત કરાર રજીસ્ટર્ડ ના કાયદેસરના બાનાખત કરાર કરી આપ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...