તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આસારામના સાધકને મેટ્રો કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા, હત્યાના પ્રયાસમાં 12 વર્ષે પકડાયો હતો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સાબરમતીમાં આસારામના ભૂતપૂર્વ સાધક પર ફાયરિંગ કરી હત્યાના પ્રયાસમાં 12 વર્ષે પકડાયેલાે આસારામ આશ્રમના સાધક સંજીવ વૈધને મેટ્રો કોર્ટે 3 દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે. 2009માં આસારામ આશ્રમની પાછળથી પસાર થતી સાબરમતી નદીના પટમાંથી આશ્રમમાં રહેતા બે પિતરાઇ ભાઇઓના મૃતદેહ મળી આવ્યા હતાં.

આ બાબતે ભારે હોબાળો થયા બાદ ડી.કે.ત્રિવેદી પંચે તપાસ હાથ ધરી હતી, જેમાં આશ્રમનું સંચાલન કરતા પૂર્વ સાધક રાજુ ચાંડકે પંચ અને મીડિયા સમક્ષ આશ્રમોની પ્રવૃત્તિઓ પ્રકાશિત કરી હતી, જેની અદાવત રાખીને આશ્રમના સાધક સંજીવ વૈધે 5 ડિસેમ્બર 2009ના રોજ રાજુ ચાંડક પર ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં છેલ્લાં 12 વર્ષથી નાસતા ફરતા સંજીવને ક્રાઇમ બ્રાન્ચે નાસિક આશ્રમમાંથી ઝડપી લઇ, આરાેપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માગણી કરી રજૂઆત કરી હતી કે, આરોપી ઝારખંડથી કોની પાસેથી રિવોલ્વર અને કારતુસ લાવ્યાે હતો.

આરાેપી સંજીવ આટલા વર્ષોથી ક્યાં રહેતો હતો. તેને કોણે-કોણે આશરો આપ્યો હતો. હત્યાના પ્રયાસના કેસમાં તેની સાથે અન્ય કોણ-કોણ સંડાેવાયેલું છે. તેની તપાસ કરવાની હાેવાથી આરાેપીની પાેલીસ કસ્ટડી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...