તબિયતને લઇને સજા રોકવા દાદ માગી:આસારામે આજીવન સજા રદ કરવા હાઇ કોર્ટમાં અરજી કરી

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા પામેલા આસારામે ગાંધીનગર સેશન્સ કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. આસારામે તેની ઉંમર અને તબિયતને ધ્યાનમાં લઇને સજા રદ કરવા અરજીમાં રજુઆત કરી છે. જેના પર સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી
સુરતની પરિણીતાએ આસારામ સામે 2013ની સાલમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.આ કેસ ગાંધીનગરમાં ટ્રાન્સફર કર્યો હતો. જેના પર ટ્રાયલ ચાલી જતા દુષ્કર્મમાં મદદગારીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. જયારે આસારામ સામેના નિવેદનો અને પુરાવાને ધ્યાને લઇને આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. બીજી તરફ જોધપુરમાં દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામની તબિયત લથડી છે.

આસારામે હાઇકોર્ટમાં અપીલ કરી
આસારામ ઉંમર અને બિમારીઓથી પીડાઇ રહ્યા હોવાથી જોધપુર અને સુપ્રીમકોર્ટમાં અનેક વખત જામીન મેળવવા અરજી કરી હતી. પરતું તમામ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. આસારામ બન્ને રાજયોમાં દુષ્કર્મની ફરિયાદોને પગલે ઘણા વર્ષોથી જેલની સજા કાપી રહ્યા છે. તેવામાં ગાંધીનગર સેશન્સ કોર્ટે ગયા મહિને આજીવન કેદની સજા ફટકારી છે. તેની સામે આસારામે હાઇકોર્ટમાં અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...