જામીન અરજી:સગીરાની જાતીય સતામણીમાં આજીવન જેલવાસ ભોગવતા આસારામે કોરોનાની સારવાર માટે હાઈકોર્ટમાં અરજી કરી, 45 દિવસના હંગામી જામીન માગ્યા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આસારામની કોરોનાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે - Divya Bhaskar
આસારામની કોરોનાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે
  • આસારામ બાપુને કોરોનાની સારવાર ચાલી રહી છે ,તેમને 10 પ્રકારની બીમારી. જેમાં હાર્ટની બીમારી ગંભીર છે: વકીલ
  • રેમ઼ડેસિવિર ઈન્જેક્શનની સાઈડ ઈફેક્ટ થવાના ડર હોવાથી આયુર્વેદિક ઉપચાર માટે જામીન અરજી કરી

સુરતની પીડિતા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલમાં રહેલા લંપટ આસારામને જોધપુર જેલમાં કોરોના થતાં હાઇકોર્ટ પાસે 45 દિવસના હંગામી જામીન માગવા અરજી કરી છે . અરજીમાં એવી રજૂઆત કરી છે કે, તેમની ઉંમર 84 વર્ષની છે અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવારની જરૂર હોવાથી 45 દિવસના જામીન મળવા જોઇએ .

આસારામને 10 પ્રકારની બીમાર, હાર્ટની બીમારી ગંભીર
તેઓના વકીલે જણાવ્યું કે આસારામ બાપુને કોરોનાની સારવાર ચાલી રહી છે ,તેઓને 10 પ્રકારની બીમારી છે. જેમાં હાર્ટની બીમારી ગંભીર છે. તેઓને પોલીસ સર્વેલન્સ સાથે એક ઘરમાં ક્વોરન્ટીન કરવા માટે અમે અપીલ કરી છે. કારણે કે તેઓને રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે, જેથી તેની સાઈડ ઇફેક્ટનો અમને ડર છે, માટે આયુર્વેદિક ઉપચાર માટે તેઓને જામીન મળવા જોઈએ. હાલ તેઓ AIMS હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જેથી તેમને જલ્દીથી જામીન મળે તો તેમનો આયુર્વેદિક ઉપચાર શરૂ કરી શકાય.

સોમવારે એન્ડોસ્કોપી માટે મથુરાદાસ માથુર હોસ્પિટલ ખસેડાયા
કોરોનાથી સંક્રમિત આસારામ અસ્વસ્થ છે. AIMSમાં દાખલ આસારામને પેટમાં અલ્સર થયું છે. સોમવારે એન્ડોસ્કોપી કરવા માટે તેમને AIMSથી મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. હિમોગ્લોબિન ઓછું હોવાને કારણે રવિવારે તેમને 2 બોટલ લોહી પણ ચઢાવવું પડ્યું હતું. AIMSના ડોક્ટરો સતત તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. એન્ડોસ્કોપી પછી તેમને ફરીથી AIMS લઈ જવામાં આવ્યા હતા.

આસારામનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું
આસારામનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું

આસારામ કોરોના સાથે પેટના દુઃખાવાની સમસ્યાથી પીડાય છે
AIMSમાં કોરોનાની સારવારની સાથે, પેટમાં દુખાવાની ફરિયાદ થયા પછી ડોક્ટરોએ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. તેમનું હિમોગ્લોબિન ખૂબ ઓછું થવાને કારણે રક્તના બે યુનિટ ચઢાવવામાં આવ્યાં હતાં. જ્યારે તેમના પેટમાં અલ્સરની તપાસ કરવા માટે એન્ડોસ્કોપી કરાવવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ તેમની એન્ડોસ્કોપી માટે ચુસ્ત સુરક્ષા હેઠળ એમડીએમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

આસારામને સગીરાની જાતીય સતામણી કેસમાં આજીવન જેલ
આસારામ એક સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં જોધપુર જેલમાં સજા કાપી રહ્યા છે. આસારામ પર આરોપ છે કે, તેમણે 15 ઓગસ્ટ 2013ના રોજ જોધપુર પાસે મનઈ વિસ્તારમાં એક સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી હતી. કોર્ટે તેમને આઈપીસી કલમ 370(4) તસ્કરી, કલમ 342, કલમ 354એ, કલમ 376 (રેપ), કલમ 506 (અપરાધિક ધમકી), કલમ 120બી (ષડયંત્ર રચવું) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (POSCO) હેઠળ દોષિત ઠેરવ્યા છે.

આસારામનું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું
સગીરા પર જાતીય સતામણીના કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા આસારામનું કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી આસારામનું ઓક્સિજન લેવલ ઘટવા માંડ્યુ હતું. બાદમાં તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહાત્મા ગાંધી હોસ્પિટલમાં બે દિવસ રાખવામાં આવ્યા બાદ તેમને એઈમ્સમાં મોકલવામાં આવ્યા હતા.