તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન અરજી:આસારામની તબિયત લથડતાં હોસ્પિટલમાં એડમિટ, પુત્ર નારાયણ સાંઈએ વચગાળાના જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નારણસાંઈ પણ સુરતની જેલમાં બંધ છે - Divya Bhaskar
નારણસાંઈ પણ સુરતની જેલમાં બંધ છે
  • આસારામ હોસ્પિટલમાં હોવાના કારણે વીડિયો કોન્ફરન્સિંગથી પણ મુલાકાત નહીં થઈ શકે
  • આસારામની તબિયતમાં સુધારો થશે તો નારાયણ સાંઈ તેમની સાથછે વાત કરી શકશે

આસારામ છેલ્લા ઘણા સમયથી જોધપુરની જેલમાં છે. આસારામની તબિયત દિવસેને દિવસે લથડતી જાય છે. જેમાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તે જેલમાં જ આયુર્વેદિક સારવાર લેવાનું શરૂ હતું. જોકે ફરી એકવાર તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. હાઇકોર્ટેમાં અગાઉ તેમના પુત્ર નારાયણ સાંઈએ અરજી કરી હતી. જેમાં કોર્ટે આસારામનો મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો.

વધુ સુનાવણી 21 જૂને હાથ ધરાશે
આજે તે અરજીની સુનવણી દરમિયાન હાઈકોર્ટે રિપોર્ટ અને રજૂઆતને ધ્યાનમાં લઈને રાજસ્થાન સરકારને આ મામલે પૂછ્યું હતું કે, વીડિયો કોન્ફરન્સિંગથી મુલાકાત શક્ય છે કે નહીં? જોકે રાજસ્થાન સરકારે આ સુવિધા માટે તૈયારી દર્શાવી હતી. પરંતુ હાલ આસારામ હોસ્પિટલમાં હોવાથી તેઓને વીડિયો કોન્ફરન્સિંગ પર વાત કરાવી શકાય તેમ ન હતું. તેથી હવે આ મામલે વધુ સુનાવણી 21 જૂને હાથ ધરવામાં આવશે અને તેમની તબિયતમાં સુધારો થશે તો નારાયણ સાંઈ તેમની સાથે વાત કરી શકશે.

નારાયણ સાંઈને આજીવન કેદ ફટકારાઈ હતી
26 એપ્રિલ 2019માં નારાયણ સાંઈને 2013ના દુષ્કર્મના મામલે દોષિત જાહેર કરાયો હતો. સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેના પિતા આસારામની વિરુદ્ધ 2013 ઓક્ટોબરમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. તેના બાદ હરિયાણાના કુરુક્ષેત્રની પાસેથી નારાયણ સાંઈની ડિસેમ્બર, 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે નારાયણ સાંઈ ઉપરાંત 4 સહયોગીઓ ધર્મિષ્ઠા ઉર્ફે ગંગા, ભાવના ઉર્ફે જમુના, રાજકુમાર ઉર્ફે રમેશ મલ્હોત્રા અને પવન ઉર્ફે હનુમાનને પણ દોષિત જાહેર કર્યાં છે. સાંઈને આઈપીસીની ધારા 376 (બળાત્કાર), 377 (અપ્રાકૃતિક દુરાચાર), 323 (હુમલો), 506-2 (અપરાધિક ધમકી) અને 120-ખ (ષડષંત્ર) અંતર્ગત દોષિત જાહેર કરાયો હતો. તેને આજીવન કેદની સજા ફટકારાઈ હતી.

આસારામની ત્યારે કોરોનાની ટ્રીટમેન્ટ ચાલતી હતી
આસારામની ત્યારે કોરોનાની ટ્રીટમેન્ટ ચાલતી હતી

આસારામને 10 પ્રકારની બીમાર, હાર્ટની બીમારી ગંભીર
21 મેની સુનાવણી દરમિયાન આસારામના વકીલે જણાવ્યું કે આસારામ બાપુને કોરોનાની સારવાર ચાલી રહી છે, તેમને 10 પ્રકારની બીમારી છે. જેમાં હાર્ટની બીમારી ગંભીર છે. તેઓને પોલીસ સર્વેલન્સ સાથે એક ઘરમાં ક્વોરન્ટીન કરવા માટે અમે અપીલ કરી છે. કારણે કે તેઓને રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે, જેથી તેની સાઈડ ઇફેક્ટનો અમને ડર છે, માટે આયુર્વેદિક ઉપચાર માટે તેઓને જામીન મળવા જોઈએ. હાલ તેઓ AIMS હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જેથી તેમને જલ્દીથી જામીન મળે તો તેમનો આયુર્વેદિક ઉપચાર શરૂ કરી શકાય.

સોમવારે એન્ડોસ્કોપી માટે મથુરાદાસ માથુર હોસ્પિટલ ખસેડાયા
કોરોનાથી સંક્રમિત આસારામ અસ્વસ્થ છે. AIMSમાં દાખલ આસારામને પેટમાં અલ્સર થયું હતું. એન્ડોસ્કોપી કરવા માટે તેમને AIMSથી મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. હિમોગ્લોબિન ઓછું હોવાને કારણે તેમને 2 બોટલ લોહી પણ ચઢાવવું પડ્યું હતું. AIMSના ડોક્ટરો સતત તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. એન્ડોસ્કોપી પછી તેમને ફરીથી AIMS લઈ જવામાં આવ્યા હતા.

આસારામનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું
આસારામનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું

આસારામને સગીરાની જાતીય સતામણી કેસમાં આજીવન જેલ
આસારામ એક સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં જોધપુર જેલમાં સજા કાપી રહ્યા છે. આસારામ પર આરોપ છે કે, તેમણે 15 ઓગસ્ટ 2013ના રોજ જોધપુર પાસે મનઈ વિસ્તારમાં એક સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી હતી. કોર્ટે તેમને આઈપીસી કલમ 370(4) તસ્કરી, કલમ 342, કલમ 354એ, કલમ 376 (રેપ), કલમ 506 (અપરાધિક ધમકી), કલમ 120બી (ષડયંત્ર રચવું) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (POSCO) હેઠળ દોષિત ઠેરવ્યા છે.

આસારામનું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું
સગીરા પર જાતીય સતામણીના કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા આસારામનું કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી આસારામનું ઓક્સિજન લેવલ ઘટવા માંડ્યુ હતું. બાદમાં તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહાત્મા ગાંધી હોસ્પિટલમાં બે દિવસ રાખવામાં આવ્યા બાદ તેમને એઈમ્સમાં મોકલવામાં આવ્યા હતા.