AIMIM ચીફની ગુજરાત મુલાકાત:અસદુદ્દીન ઓવૈસી 20મી સપ્ટેમ્બરે અમદાવાદ આવશે, 103 હત્યાના આરોપી અતિક અહેમદને સાબરમતી જેલમાં મળશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓવૈસી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારી રૂપે પ્રચાર કરી રહ્યા છે - Divya Bhaskar
ઓવૈસી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારી રૂપે પ્રચાર કરી રહ્યા છે
  • ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની રચના બાદ પહેલીવાર કોઈ રાજકીય પાર્ટીના નેતા રાજ્યમાં આવશે
  • ઔવેસી 2022ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે
  • અમદાવાદના ટાગોર હોલમાં ઓવૈસી બુધ્ધિજીવીઓ સાથે મુલાકાત કરશે

ગુજરાત નવા મંત્રીમંડળની રચના થયા બાદ હવે ગુજરાતમાં અલગ અલગ રાજકીય પાર્ટી પોતાની રણનીતિ તૈયાર કરી રહી છે. આ સમયે હવે ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી 20મીએ ગુજરાત આવી રહ્યા છે. હાલ અમદાવાદ સાબરમતી જેલમાં બંધ UPના પ્રયાગરાજના પૂર્વ બાહુબલી સાંસદ અને 103 હત્યાના જેમના પર આરોપ છે તેવા અતિક અહેમદને ઓવૈસી મળશે. ત્યારબાદ અમદાવાદના ટાગોર હોલમાં ઓવૈસી બુધ્ધિજીવીઓ સાથે મુલાકાત કરશે.

ઓવૈસીનું શિડ્યુલ તૈયાર કરાયું
આ અગે અમદાવાદ AIMIMના સબીર કબલીવાળાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે, અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ આવશે, જેમનો શિડ્યુલ તૈયાર થઈ ગયો છે. અને તેઓ જેલમાં અતિક અહેમદને મળવા જશે.

બુદ્ધિજીવીઓ સાથે મુલાકાત કરશે
ગુજરાતમાં AIMIMના નેતા ઓવૈસી 20મી સવારે અમદાવાદ આવશે. 2022ની ચૂંટણી માટે તેઓ હાલ રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે. જેમાં બપોરે પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા અને બુદ્ધિજીવી લોકો સાથે મુલાકાત પણ કરશે. અમદાવાદમાં ઓવૈસી પત્રકારો સાથે પણ મળશે. તેમજ શહેરમાં બે અલગ અલગ મિટિંગમાં પણ હાજર રહેશે. હવે ઓવૈસીની પાર્ટી 2022માં 85થી 90 જેટલી સીટ પર ચૂંટણી લડવાનો પ્લાન કરી રહી છે.

ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં ઓવૈસીએ સભા કરી હતી એ પહેલા આતિકનો પરિવાર AIMIMમાં જોડાયો હતો
ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં ઓવૈસીએ સભા કરી હતી એ પહેલા આતિકનો પરિવાર AIMIMમાં જોડાયો હતો

અતિક અહેમદની પત્ની સહિત આખો પરિવાર AIMIMમાં જોડાયો
AIMIMના ચીફ ઓવૈસી ઉત્તરપ્રદેશના 3 દિવસીય પ્રવાસના પહેલા દિવસે 8 સપ્ટેમ્બરે પહોંચ્યા હતા. અહીં એક જાહેરસભા પહેલા અતિક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન દીકરા સાથે પહોંચ્યા હતા. ત્યારબાદ AIMIMમાં પરિવાર સાથે વિધિવત રીતે જોડાયા હતા. દરમિયાન પરવીને કહ્યું હતું કે, સાબરમતી જેલમાં બંધ તમારા ભાઈનો પત્ર લઈને આવી છું અને એક પત્ર વાંચ્યો હતો. તેમણે કહ્યું છે કે હવે અમારે બીજાના ઝંડા ઉઠાવવાનો સમય પૂરો થયો છે, હવે સમગ્ર દેશમાં પોતાનો હિસ્સો લેવાનો સમય આવી ગયો છે. આ લડાઈ પોતાના બાળકોને આઈએએસ, ડોક્ટર અને એન્જિનિયર બનાવવાની છે. મુસલમાનોએ આજ સુધી કોઈ મુસલમાનને પોતાનો નેતા નથી માન્યો.

2019થી સાબરમતી જેલમાં બંધ છે
બરેલીથી પ્રયાગરાજની સેન્ટ્રલ જેલમાં ખસેડાયેલા માફિયામાંથી નેતા બનેલા અતીક અહેમદને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 3 જૂને 2019માં અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. તેના પર અપહરણ, ધમકી આપવી, ઉચાપત સહિતના અનેક કેસ છે.