સમયમાં ફેરફારની માગ:શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધતા વાલીઓની માગ, સ્કૂલના સમયમાં ફેરફાર કરવામાં આવે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિયાળો શરૂ થતા જ રાજ્યમાં ઠંડી પણ શરૂ થઈ છે ઠંડી શરૂ થતા સ્કૂલમાં ભણતા બાળકોને સવારે સ્કૂલે જવામાં મુશ્કેલી થઈ રહી છે જેથી સ્કૂલના સમયમાં ફેરફાર કરવા માટે વાલી મંડળ દ્વારા શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.

ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે રાજ્યમાં ઠંડી 15 થી 16 ડીગ્રી સુધી પહોંચી છે ત્યારે અમદાવાદમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે કડકડતી ઠંડીમાં સવારે અનેક સ્કૂલોમાં બાળકોએ 6:30 કે 07:00 વાગ્યા સુધી પહોંચી જવું પડે છે સૂર્યોદય પણ થતો નથી તે અગાઉ બાળકોએ શાળામાં જવું પડે છે. જેમાં ઠંડીના કારણે અનેક બાળકો મુશ્કેલીની વચ્ચે તૈયાર થઈ રહ્યા છે ત્યારે તમામ સ્કૂલોએ સ્કૂલનો સમય 8:00 વાગ્યાથી રાખવો જોઈએ.બાળકોનો અભ્યાસ ના બગડે તે માટે સ્કૂલ જેટલો સમય મોડી શરૂ થાય તેટલો સમય મોડી જ પૂરી થવી જોઈએ.

અગાઉના વર્ષોમાં પણ જ્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું ત્યારે સંચાલક મંડળ દ્વારા અનેક સ્કૂલોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સ્કૂલોના સમયમાં ૩૦ મિનિટથી લઈને એક કલાક સુધી સમય મોડો કરવામાં આવ્યો હતો ત્યારે હવે આ વર્ષે પણ વાલી મંડળની રજૂઆત બાદ સ્કૂલ સંચાલકો દ્વારા નિર્ણય કરવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...