તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • As The Number Of Patients At The Civil Hospital In Ahmedabad Increased, New Patients Had To Be Shifted To The Kidney And Cancer Hospital

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વધતાં કિડની અને કેન્સર હોસ્પિટલમાં નવા દર્દીઓને ખસેડવા પડ્યા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ કોરોના કન્ટ્રોલ થતા બન્ને હોસ્પિટલમાં દર્દીઓ મોકલવાનું બંધ કરાયું હતું

અમદાવાદમાં માર્ચ મહિનાથી કોરોનાના કેસમાં વધારો થવાની શરુઆત થઈ હતી. ત્યારે શહેરની અસારવા સિવિલ હોસ્પિટલને રાજ્યની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ બનાવવી પડી હતી. આ સમયમાં હોસ્પિટલમાં સતત દર્દીઓને દાખલ કરવામાં આવતાં હતાં. સિવિલ સંકુલની કેન્સર અને કિડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યાં હતાં.

પરંતુ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કેસમાં ઘટાડો નોંધાતા સિવિલ હોસ્પિટલમાં માત્ર 1200 બેડ જ દર્દીઓની સારવાર માટે આપવામાં આવતાં હતાં. પરંતુ હવે ફરીવાર અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થતાં નવા દર્દીઓને કેન્સર અને કિડની હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો છે.

ફરી હોસ્પિટલમાં કોરોનાનાં દર્દી ખસેડવાનું શરૂ કરાયું
અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમિયાન કોરોનાનો વિસ્ફોટ થયો છે. કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સોલા સિવિલ અને અસારવા સિવિલમાં દર્દીઓની સારવાર માટે નવા વોર્ડ તૈયાર કરવાની શરુઆત કરી દેવામાં આવી છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ જે પી મોદીએ જણાવ્યું કે આજે કોરોનાં 687 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.હવે અમે નવા દર્દીઓને કેન્સર અને કિડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આજથી ફરી હોસ્પિટલમાં કોરોનાનાં દર્દી ખસેડવાનું શરૂ કરાયું છે.

સોલા સિવિલના નવા ફ્લોરમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી
સોલા સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુ બેડ ભરાઈ ગયા છે. આઇ.સી.યુમાં હવે એકપણ બેડ ખાલી નથી. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતાં ખાસ એક ફ્લોર ઊભો કરવામાં આવ્યો છે. નવા ફ્લોરમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં 279 કોરોના દર્દી દાખલ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર 120 બેડ ખાલી રહ્યાં છે. રોજ હવે કોરોનાના કેસો વધતાં ફરી હોસ્પિટલો ભરાઈ રહી છે.

સિવિલમાં 475 દર્દી ઓક્સિજન વિના રહી શકે એવી સ્થિતિમાં નથી
હાલ સિવિલ હોસ્પિટલમાં 625 કોરોના દર્દી છે અને એમાં પણ 475 દર્દી ઓક્સિજન વગર રહી શકે તેવી સ્થિતિમાં નથી એટલે તેમની સ્થિતિ સામાન્ય નથી. હજી પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને અન્ય હોસ્પિટલમાં પણ રિફર કરવા પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો