હીટવેવ:શહેરમાં ગરમી 42ને પાર, મ્યુનિ.એ ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 7 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું
  • રાજ્યમાં પણ શુક્ર-શનિ યલો એલર્ટ અપાયું

દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના શરૂ થયેલા ગરમ-સૂકા પવનને કારણે અમદાવાદમાં ગરમીનો પારો ફરી 42 ડિગ્રીને પાર કરી ગયો છે. હીટવેવને પગલે અમદાવાદ કોર્પોરેશને શુક્રવારથી રવિવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે હવામાન વિભાગે રાજ્યમાં શુક્ર-શનિવારે યલો એલર્ટ આપ્યું છે.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, અમદાવાદમાં સવારથી ગરમ-સૂકા પવનોનું જોર વધતાં અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધીને 42.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી વધીને 25.5 ડિગ્રીએ પહોંચતાં લોકોએ ગરમીની સાથે બફારાનો અનુભવ કર્યો હતો. આગામી બેથી ત્રણ દિવસ હીટવેવનું જોર વધતાં ગરમીનો પારો 43 ડિગ્રી કે તેથી વધુ નોંધાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15થી 17 એપ્રિલ (શુક્વારથી રવિવાર)ના ત્રણ દિવસો દરમિયાન ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

કયાં કેટલી ગરમી

અમદાવાદ42.2
ભુજ41.6
સુરેન્દ્રનગર41.5
રાજકોટ41.3
ગાંધીનગર41
ડીસા40.4
વડોદરા40.2
વિદ્યાનગર39.3

ગરમ પવનોની અસરથી રાજ્યના અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને ડીસા જેવાં 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે રહેતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. બે દિવસ દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના કેટલાંક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વખતે એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે.

એલર્ટ ક્યારે અપાય છે
યલો એલર્ટ:
હિટવેવને કારણે ગરમીનો પારો 40 ડિગ્રી પાર જવાની શક્યતા હોય ત્યારે.
ઓરેન્જ એલર્ટ: 41થી 43 ડિગ્રી ગરમી હોય ત્યારે આ એલર્ટ આપવામાં આવે છે.
રેડ એલર્ટ: ગરમીનો પારો 45 ડિગ્રી કે તેથી વધુએ પહોંચે ત્યારે આ ચેતવણી જારી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...