તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્થિક સ્થિતિ કથળી:ફ્લાઈટો ઘટતાં વિવિધ એરલાઈને સ્ટાફને પગાર વિના રજા પર ઉતાર્યો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાને કારણે પેસેન્જર ન મળતાં આર્થિક સ્થિતિ કથળી
  • કેટલીક એરલાઈન્સે 30 ટકાથી વધુ કર્મચારીઓને ઘરે બેસાડ્યા

કોરોના સંક્રમણથી તમામ એરલાઈન્સને ફ્લાઈટોની સંખ્યા ઘટાડવી પડી છે. આ પરિસ્થિતિમાં કેટલીક એરલાઈન્સે કર્મચારીઓને લીવ વિધાઉટ પે એટલે કે પગાર વગર રજા પર ઉતારી દીધો છે. ફ્લાઈટો રેગ્યુલર થશે ત્યારે તેમને ડ્યૂટી પર બોલાવાશે.

એપ્રિલથી 20 ટકા ફ્લાઈટોની સંખ્યા ઘટાડી દેવા તમામ એરલાઈન્સોને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને સૂચના આપી હતી. તેમાં પણ ગુજરાત મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસ વધતા લોકોએ મુસાફરી ટાળી એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું તેમણે ટિકિટો કેન્સલ કરાવી હતી કે મુસાફરીની તારીખ બદલાવી હતી. જેના પગલે ફ્લાઈટોને પેસેન્જરો ન મળતા દરરોજ અનેક ફ્લાઈટો કેન્સલ કરવી પડતી હતી. આ સ્થિતિમાં આર્થિક ખર્ચના ભારણને પહોંચી વળવા એરલાઈન્સોએ પાયલોટ, ક્રૂ-મેમ્બર્સ, ગ્રાઉન્ડ સ્ટાફ સહિત અન્ય કર્મચારીઓ મળી 30 ટકાથી વધુ સ્ટાફને રજા આપી દીધી છે.

પહેલી લહેરમાં પણ આમ જ કર્યું હતું
કોરોનાની પ્રથમ લહેરમાં પણ લોકડાઉન શરૂ થતાં તમામ એરલાઈન્સોએ મોટાભાગના કર્મચારીને રજા પર ઉતારી દીધા હતા. કેટલીક એરલાઈન્સે કર્મચારીઓને અડધો પગાર આપ્યો તો કેટલીકે પગાર વગર રજા પર ઉતાર્યા હતા. જેના પગલે કર્મચારીઓની આર્થિક સ્થિતિ કફોડી બનતાં દિવાળી સુધીમાં એરલાઈન્સોએ ફ્લાઈટોની સંખ્યા વધતા કર્મચારીઓને ડ્યૂટી પર પરત બોલાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...