રવિવારે પણ ITની ઓફિસ ચાલુ રહેશે:મુદત નહીં વધતાં શનિવારે 44 લાખ લોકોએ રિટર્ન ફાઈલ કર્યું

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તા. 31 જુલાઇ છે. ડિપાર્ટમેન્ટે રિટર્ન ભરવા માટે કરદાતાને એસએમએસ અને ઈમેઈલથી રિમાઈન્ડર મોકલ્યા છે. રિટર્નની મુદત ન વધતાં શનિવારે 44 લાખથી વધુ કરદાતાએ રિટર્ન ફાઈલ કર્યું હતું. મુદત ન વધતાં ટેક્સ કન્સલ્ટન્ટને ત્યાં કરદાતાની ભારે ભીડ હતી. રવિવારે રજા હોવા છતાં ઈન્કમટેક્સ ઓફિસ ચાલુ રહેશે.

કરદાતાઓ અને વિવિધ ટેકસ એસોસિએશને રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો કરવા માટે કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત કરી હતી. તે ધ્યાને લેવાઈ ન હતી. ઇન્કમટેક્સની સાઇટ ધીમી ચાલતી હોવાથી તેમજ ઓટીપી ન મળવાના કેસમાં કરદાતાઓને ટેક્સ કન્સલ્ટન્ટને ત્યાં રિટર્ન ફાઈલ કરવા દોડવું પડ્યું હતું. કોઇ કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડે તો તેમણે orm@cpc.incometax.gov.in પર મેઇલ કરીને મદદ લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...