વિદેશ ફરવા જવાનો મોહ ભારે પડ્યો:કોર્ટમાં કેસને પગલે 5 લાખમાં બોગસ પાસપોર્ટ બનાવ્યો, અમદાવાદ એરપોર્ટ પર એક શખસ ઝડપાયો

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટમાં કેસ ચાલતા હોવાથી યુવકને ઓરિજન પાસપોર્ટ મળે તેમ ન હોવાથી પાંચ લાખમાં બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો

અમદાવાદ શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી ઇમિગ્રેશન વિભાગે કાર્યવાહી કરી છે. ઇમિગ્રેશન વિભાગે બોગસ પાસપોર્ટ પર વિદેશ ફરવા જતાં યુવકની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કોર્ટમાં કેસ ચાલતા હોવાથી યુવકને ઓરિજિનલ પાસપોર્ટ મળે તેમ ન હતો. પણ યુવકને વિદેશ ફરવા જવું હતું, તેણે પાંચ લાખ આપી બોગસ નામનો પાસપોર્ટ કઢાવ્યો હતો.

સરબીયા જતી ફ્લાઈટનું ઈમિગ્રેશન
2 ઓગષ્ટ 2022ના રોજ દુબઇ એરલાઇન્સની સરબીયા જતી ફ્લાઇટનું ઇમિગ્રેશન ચાલી રહ્યું હતું. ત્યારે રાજબીર નામનો પેસેન્જર ત્યાં આવ્યો હતો. જેની પર ઇમિગ્રેશન વિભાગના અધિકારીને શંકા જતાં અટકાવ્યો હતો. બાદમાં તેના પાસપોર્ટ ચેક કરવામાં આવ્યો હતો. અન્ય દસ્તાવેજ ચેક કરતા નામ જન્મ, તારીખ, એડ્રેસ તેના પાસપોર્ટ કરતા જુદા હતા. જેથી અધિકારીઓએ તેની કડકાઇથી પુછપરછ કરી હતી.

એજન્ટ પાસે પાસપોર્ટ કઢાવ્યો
તેણે જણાવ્યું હતું કે, તેનું સાચુ નામ રાજેશકુમાર કર્નેલસિંહ છે અને માતાનું નામ બીરમતિ છે. તેની સામે કેટલાક કેસો છે, જે પંજાબ અને ચંદીગઢ હાઇકોર્ટમાં ચાલી રહ્યાં છે. જેના કારણે તેનો ઓરિજિનલ પાસપોર્ટ મળે તેમ ન હતો અને ફરવા જવું હતું. જેથી તેણે પાંચ લાખ રૂપિયા આપી એજન્ટ સચિન ઉર્ફે ટોની પાસેથી પાસપોર્ટ કઢાવ્યો હતો. જેથી તાત્કાલિક રાજેશની અટકાયત કરવામાં આવી હતી.

યુવકની ધરપકડ
આ મામલે એરપોર્ટના અધિકારી વિકાસકુમાર જગદીશપ્રસાદ યાદવે રાજેશ અને સચિન ઉર્ફે ટોની સામે બોગસ પાસપોર્ટ બનાવવા મામલે ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે રાજેશની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...