તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:APPની નિમણૂક રોસ્ટર મુજબ ન હોવાથી હાઈકોર્ટમાં અરજી, વેઈટિંગમાં રહેલા ઉમેદવારે અરજી કરી હતી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટે સરકારી કામગીરીમાં દખલ નહીં કરવાનું ઠેરવતા અરજદારે અરજી પરત ખેંચી લીધી હતી

રાજ્યની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યા પર રોસ્ટર પ્રમાણે નિમણૂક ન કરાઇ હોવા મામલે હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. જીપીએસસી નક્કી કરીને સરકારને મોકલે તેમની એપીપી તરીકે નિમણૂક કરાય છે.

વેઈટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી તેમાં એવી રજૂઆત કરી હતી કે, 183 ઉમેદવારોમાંથી 174 ઉમેદવારને એપીપી તરીકે લીધા હતા. જ્યારે બાકીનાને વેઈટિંગ લિસ્ટમાં રાખ્યા છે. કોર્ટે તેની સામે ટકોર કરી હતી કે, તમને એવો કોઇ અધિકાર નથી કે તમે સરકારની કામગીરીમાં દખલ કરી શકો. તમે ભલે ઉમેદવાર હોવ પણ સરકારે જેટલી ભરતી કરવી હોય તેટલી કરી શકે તમે તેમાં દખલ કરી શકો નહીં. ઉમેદવાર તરફથી એવી દલીલ કરાઇ હતી કે, ભરતી રોસ્ટર પ્રમાણે થાય તેના માટે દાદ માગીએ છીએ. સરકારે એવી દલીલ કરી હતી કે, આ કેસમાં સુપ્રીમ કોર્ટે સરકારને આગળ વધવા મંજૂરી આપી હોવાથી નિમણૂક કરી છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે અરજી ફગાવી દેવાનું વલણ અપનાવતા અરજી પરત ખેંચી હતી.

અન્ય સમાચારો પણ છે...