તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:‘લોકડાઉનમાં અમે ફરી રહ્યાં છીએ’ કહેતો વીડિયો વાયરલ થતા, સરખેજ પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
વીડિયો વાયરલ કરનારા પિતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી - Divya Bhaskar
વીડિયો વાયરલ કરનારા પિતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી

શહેરમાં કોરોના વાઇરસના ફેલાવાને રોકવા લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. છતાં કેટલાક લોકો લોકડાઉનમાં ઘરની બહાર ફરવા નીકળી પડે છે. જુઓ આ વીડિયો અમદાવાદનો છે. લોકડાઉનમાં અમે બાપ દીકરો આખું અમદાવાદ ફર્યા છીએ કહી વીડિયો ઉતારી અને લોકડાઉનમાં કાર લઈ બહાર ફરવા નીકળેલા પિતા-પુત્રની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. પિતાએ કારમાં બેસી પુત્ર સાથે વીડિયો ઉતાર્યો હતો, જે પોલીસ પાસે આવતા જ પોલીસે બંને પિતા-પુત્ર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
લોકડાઉનમાં ફરવા નીકળ્યા હતા
સરખેજમાં રહેતા અકબરભાઈ અને તેનો પુત્ર સિકંદર કાર લઈ અને લોકડાઉનમાં ફરવા નીકળ્યા હતાં. અકબર કારમાં બેસી વીડિયો ઉતારી બોલતા હતા કે, આ અમદાવાદનો સીન છે અમે બાપ દીકરો લોકડાઉનમાં ફરી રહ્યા છીએ. બેય બાપ દીકરો લોકડાઉનમાં ફરી રહ્યા છીએ જુઓ આ જુઓ અમદાવાદ. આ વીડિયો સરખેજ પોલીસ પાસે પહોંચતા જ પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો