• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • As Soon As The Gujarat Congress Gets A New President, The Two Groups Of NSUI Come Together, Both Groups Will Show Their Strength Together.

જૂથવાદનો અંત:ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળતાં જ NSUIના બે જૂથ એક થયા, બંને ગ્રુપ સાથે મળીને શક્તિ પ્રદર્શન કરશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવા પ્રદેશ પ્રમુખે બંને ગ્રુપને સાથે રાખીને બેઠક કરતાં જૂથવાદનો અંત આવ્યો

ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી સત્તામાં નથી. પક્ષમાં વધી રહેલા જૂથવાદને લીધે ચૂંટણીઓમાં પણ પક્ષને સતત પરાજયનો સામનો કરવો પડ્યો છે. ત્યારે પક્ષની વિદ્યાર્થી પાંખ NSUIમાં પણ બે જૂથ પડી ગયાં હતાં. જેમાં પણ ઉકળતો જૂથવાદ સામે આવ્યો હતો. પરંતુ કોંગ્રેસને નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર મળતાં જ અચાનક NSUIમાં બે જૂથો એક થઈ ગયાં છે. હવે બંને જૂથો એક થઈને શક્તિ પ્રદર્શન કરશે.

હાર્દિક પટેલ અને ઈન્દ્રવિજયસિંહનું ગ્રુપ પડી ગયું હતું
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી થયા બાદ ઈન્દ્ર વિજયસિંહ ગોહિલનું જૂનું ગ્રુપ અને હાર્દિકના સમર્થકોનું એક ગ્રુપ એમ બે ગ્રુપ થયા હતા. બંને ગ્રુપના કાર્યક્રમ પણ અલગ થતા હતા. બંને ગ્રુપ વચ્ચે NSUIના પ્રમુખ માટે પણ હરોળ હતી જેને લઈને બંને ગ્રુપ દ્વારા પોતાનું સારું બતાવવા કાર્યક્રમ કરવામાં આવતા હતા. જેમાંથી હાર્દિક સમર્થકો તો પોતાના કાર્યક્રમાંથી ઈન્દ્ર વિજયસિંહના ગ્રુપને બાકાત રાખતા હતા.

હવે બંને ગ્રૂપો સાથે મળીને શક્તિપ્રદર્શન કરશે
હવે કોંગ્રેસના નવા પ્રમુખે ચાર્જ સંભાળતાની સાથે જ બંને ગ્રુપ વચ્ચે ચાલી રહેલો કોલ્ડવોર NSUIના બંને જૂથોને સાથે રાખીને બેઠક કરી હતી. ત્યાર બાદ પ્રભારી રઘુ શર્મા પણ NSUIના હોદ્દેદારોને મળ્યા હતાં. આમ બંને જૂથોને ભેગા કરવામાં આવ્યાં હતાં. હવે બંને જૂથ આજે ભેગા થઈને શક્તિ પ્રદર્શન રૂપે રેલી યોજશે.

અન્ય સમાચારો પણ છે...