• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • As Soon As The First Semester Is Over In Gujarat, The Admission In The Schools Is Stopped And The Students Coming From Outside Have Difficulty In Getting Admission

સ્કૂલ સંચાલકો નારાજ:ગુજરાતમાં પ્રથમ સત્ર પુરૂ થતાં જ સ્કૂલોમાં પ્રવેશ બંધ કરી દેવાતા બહારથી આવતા વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં મુશ્કેલી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • શિક્ષણ વિભાગે 31 ઓક્ટોબર બાદ કોઈ પણ વિદ્યાર્થીને પ્રવેશ નહીં આપવા DEO ને જાણ કરી છે

ગુજરાત બોર્ડ ધોરણ 9 થી 12માં ચાલી રહેલ પ્રવેશ પ્રક્રિયા હવે બંધ કરવામાં આવી છે. 31 ઓક્ટોબર બાદ કોઈ પણ વિદ્યાર્થીને પ્રવેશ નહીં આપવા શિક્ષણ વિભાગે તમામ જિલ્લાના DEO ને જાણ કરી છે. ત્યારે સ્કૂલ સંચાલકોમાં શિક્ષણ વિભાગના આ નિર્ણયને લઈને નારાજગી જોવા મળી છે.સંચાલકોએ કહ્યું કે કોરોનાને કારણે વતન ગયેલા લોકો હવે પરત થઈ રહ્યા છે આ વિદ્યાર્થીઓ હવે પ્રવેશ કેવી રીતે લઇ શકશે?

બહારથી આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી
રાજય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને હવે પ્રવેશ બંધ કરવામાં આવ્યા છે પરંતુ ગુજરાત બહાર રહેતા શ્રમિકો અને અન્ય લોકો વતન જતા રહ્યા હતા અને હવે ધીરે ધીરે પરત આવી રહ્યા છે. ત્યારે પ્રવેશ બંધ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ પ્રવેશ કેવી રીતે મેળવી શકશે. શિક્ષણ સચિવ પાસે ખાસ કેસમાં પ્રવેશ આપવાની સત્તા છે. ત્યારે સ્કૂલ સીધું એડમિશન ના આપે પણ બોર્ડ દ્વારા પ્રવેશ આપવો જોઈએ.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

દિવાળીનું વેકેશન પણ શરૂ થઈ ગયું
કોરોનાને કારણે શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 20 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ આપવામાં આવ્યા હતાં. પરંતુ ત્યાર બાદ પણ બોર્ડની કચેરીએ વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની અરજીઓ પહોંચતી હતી. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા 31 ઓક્ટોબર સુધી પ્રવેશ માટે મંજુરી આપવામાં આવી હતી. પ્રથમ સત્ર શરૂ થયા બાદ હવે સ્કૂલોમાં પ્રથમ સત્રની પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. બીજી તરફ દિવાળીનું વેકેશન પણ શરૂ થઈ ગયું છે.

31 ઓક્ટોબર પછી અરજી કરનારને પ્રવેશ નહીં મળે
પ્રથમ પરીક્ષા પૂર્ણ થતાં સત્ર પણ પૂર્ણ થયું હોવાથી હવે પ્રવેશ આપવામાં આવે તો વિદ્યાર્થી અગાઉના અભ્યાસથી વંચિત રહી જાય. જેથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જીલ્લા શિક્ષણઅધિકારીને પત્ર લખીને જાણ કરી છે કે કોઈ પણ વિદ્યાર્થી હવે પ્રવેશ માટે આવે તો તેને બોર્ડની ઓફિસે મોકલવા નહીં. 31 ઓક્ટોબર પછી અરજી કરનારને પ્રવેશ આપવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...