ગુજરાતમાં ફાર્મસીનો અભ્યાસ કરવા માટે મર્યાદિત કોલેજ છે. ત્યારે હવે ચૂંટણી પૂર્ણ થતા જ કેન્દ્ર દ્વારા ગુજરાતને નવી 25 ફાર્મસી કોલેજની મંજૂરી આપીને ભેટ આપી છે. 25 નવી કોલેજનો મંજૂરી મળતા 1400 વિદ્યાર્થીઓને લાભ મળશે. અગાઉ વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં અભ્યાસ કરવા જવું પડતું હતું જેની જગ્યાએ હવે 25 કોલેજમાં વિદ્યાર્થીઓને એડમિશન મળશે.
ડિપ્લોમા ઇન ફાર્મસીની 400 બેઠક વધારવામાં આવી
વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા જ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ભેટ આપવામાં આવી છે. ગુજરાતમાં નવી 25 ફાર્મસી કોલેજને મંજૂરી મળી છે. 18 કોલેજ બેચરલ ઓફ ફાર્મસી અને 7 કોલેજ ડિપ્લોમા ઇન ફાર્મસીની છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નવી કોલેજને મંજૂરી આપવામાં આવી છે. બેચરલ ઓફ ફાર્મસીની 1000 કરતા વધુ અને ડિપ્લોમા ઇન ફાર્મસીની 400 બેઠક વધારવામાં આવી છે.
નવી કોલેજમાં એડમિશન પણ આપવામાં આવશે
ફાર્મા ઇન્ડસ્ટ્રી બાદ બવે ફાર્મસી એજ્યુકેશનમાં પણ ગુજરાત હવે મોખરે રહેશે. ફાર્મસીની સીટ ઓછી હોવાના કારણે વિદ્યાર્થીઓ બહારના રાજ્યમાં ભણવા જતા હતા. 25 કોલેજને મંજૂરી મળતા હવે વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ ભણશે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડો. મોન્ટુ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં ફાર્માસિસ્ટોની અવિરત માંગ છે. કેન્દ્ર દ્વારા આ બાબત ધ્યાને રાખીને ગુજરાત માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે આવતા વર્ષથી નવી કોલેજમાં એડમિશન પણ આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.