• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • As Soon As The Diwali Vacation Is Over, The Gujarat University Exam Will Start From This Date, The Exam Will Be Completed Before The Election

યુનિવર્સિટી પરીક્ષાની તારીખ જાહેર:દિવાળી વેકેશન પુરૂ થતાં જ આ તારીખથી ગુજરાત યુનિવર્સીટીની પરીક્ષા શરૂ, ચૂંટણી પહેલા પરીક્ષા પૂરી થશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીમાં 10 નવેમ્બરથી પરીક્ષા શરૂ થશે. આગામી વિધાનસભાની ચૂંટણી અગાઉ જ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પુરી કરવામાં આવશે. કોરોના કાળના 2 વર્ષ બાદ ફરીથી નિયમિત સમયે ઓફલાઇન પરીક્ષા યોજવામાં આવશે.

દિવાળી વેકેશન પુરૂ થતાં પરીક્ષા શરૂ
ગુજરાત યુનિવર્સિટીમાં 10 નવેમ્બરથી અલગ અલગ વિધાશાખામાં સેમેસ્ટર-5, 3 અને 1ની પરીક્ષા શરૂ થશે. દિવાળી વેકેશન પણ 9 ઓક્ટોબરે પૂરુ થતાં જ પરીક્ષા શરૂ થશે. જાન્યુઆરીથી ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ વિદ્યાશાખામાં નવું સેમેસ્ટર શરૂ થઈ જશે. અગાઉ કોરોનાને કારણે 2 વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો પરંતુ કોરોનાના કેસ ઘટતા આ વખતે પરીક્ષા સંપૂર્ણ ઓફલાઇન મોડમાં લેવામાં આવશે.

ચૂંટણી પહેલા પરીક્ષા પૂર્ણ
1 અને 5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા લાખો વિદ્યાર્થીઓ આપવાના છે અને ગુજરાતના અલગ અલગ ખૂણામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેથી ચૂંટણી અગાઉ જ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પૂર્ણ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...