તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલું નાટક:પડદો ખૂલતાં જ કળાકારોએ પ્રેક્ષકોને નમન કરી આર્થિક ટેકો કરવા માટે આભાર માન્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’ નાટક લાઇવ ભજવાયું

રવિવારે 4.45 વાગ્યે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં 10 મહિના પછી 200 પ્રેક્ષકોની એન્ટ્રિ થઇ. તે પણ ટેમ્પરેચર ગનથી તાપમાન ચેક કર્યા પછી. ઓડિટોરીયમમાં 721 લોકોની કેપેસિટી છે પણ ડિસ્ટન્સ જાળવીને પ્રેક્ષકોએ પોતાની જગ્યા લીધી હતી. દસેક જેટલા કલાકારો, પ્રોડ્યુસર, ડિરેક્ટરે પણ કોવિડ ટેસ્ટ પછી સ્ટેજ ઉપર શો પહેલાં પ્રેક્ષકોના રૂપિયાથી કલાકારોને આર્થિક ટેકો રહે છે તેમ કહ્યાં બાદ તેમને હાથ જોડીને પગે લાગે છે અને શરૂ થાય છે ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’ નાટક. પ્રવિણ સોલંકી લિખિત આ નાટકનું ડિરેક્શન નિશિથ બ્રહ્મભટ્ટે કર્યું હતું જ્યારે અભિલાષ ઘોડાએ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું છે. કોરોનાના લોકડાઉન અને અનલોકના આંટાઘૂંટ બાદ અમદાવાદમાં પહેલો લાઇવ શો થયો હતો.

ઓડિટોરીયમમાં 721 લોકોની કેપેસિટી છે પણ ડિસ્ટન્સ જાળવીને પ્રેક્ષકોએ પોતાની જગ્યા લીધી હતી.
ઓડિટોરીયમમાં 721 લોકોની કેપેસિટી છે પણ ડિસ્ટન્સ જાળવીને પ્રેક્ષકોએ પોતાની જગ્યા લીધી હતી.

મનોરંજનની જરૂર હતી, પહેલો શો માણ્યો
કોરોનાકાળમાં માર્ચ પછી મેં આ પ્રથમ વખત નાટકનો શો માણ્યો છે. આ સમયમાં મનોરંજનની ખૂબ જરૂર છે ત્યારે હવે આપણે આશા રાખીએ કે ધીમે ધીમે શનિ રવિમાં આપણને નાટકના શો જોવા મળે. હું પહેલાં એક્ટિંગમાં જ હતો પણ આજે પ્રેક્ષક છું. નાટકો બંધ થતાં મેં એડ એજન્સીનું કામ કરવાનું પસંદ કર્યું છે. -કરણ પંચાલ,શાહપુર

નાટકે મનને હળવાશ અપાવી છે
ઓડિટ, આંકડાઓની જાળમાંથી ફ્રી થઈ નાટક જોઈએ ત્યારે હળવાશનો અનુભવ થાય છે. આ અનુભવ મેં 9 મહિના પછી નાટકનો શો યોજાતા મેળવ્યો. લોકો જો અંતર જાળવીને આવી પ્રવૃત્તિમાં જોડાય તો નાટ્યગૃહો અને કલાકારોનું ક્ષેત્ર પાટા પર ચઢશે. -વત્સલ શાહ,સીએ, પાલડી

લોકો નાટ્યગૃહોમાં જાય તે જરૂરી
કલાકાર માટે પ્રેક્ષક કલાને માણે તેનાથી વધુ આનંદ બીજો ન હોઈ શકે. 9 મહિના પછી નાટક જોયું અને આટલા સમયનો થાક હતો તે ઉતર્યો. કોરોનામાં બધુ જ ખુલ્યું ત્યારે હવે લોકો નાટ્યગૃહોમાં જાય અને આ ક્ષેત્ર પાટે ચઢે તે મહત્વનું. -ઈન્દુ સરકાર,કલાકાર, નોબલનગર

હવે શનિ રવિ નાટકો જોવા મળશે
10 મહિના પછી ગુજરાતમાં અમદાવાદમાં નાટકનો આ પ્રથમ શો થયો છે. જોકે કોવિડ 19ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને આની શરૂઆત થઈ છે. આ શો પછી અનેક નાટ્યકારો ડિરેક્ટર્સએ મને સંદેશો મોકલ્યો છે અને પોતે પણ શનિ રવિમાં નાટકોના શો શરૂ કરીશું તેવી તૈયારી બતાવી છે. -અભિલાષ ઘોડા,પ્રોડ્યુસર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો