પેટ્રોલ-ડીઝલ મોંઘા થતાં 18થી 60 વર્ષના વય જૂથના લોકોના બજેટમાં પ્રતિ દિવસ રૂ.12નો, મહિને 36 ટકા સુધીનો વધારો થતાં મધ્યમ વર્ગના લોકો કારપુલ તેમજ ટુ-વ્હીલરના શેરિંગ તરફ વળ્યા છે. આ તારણ આર.જે. તિબ્રેવાલ કોમર્સ કોલેજના સ્ટેટ વિભાગે કરેલા સરવેમાંથી મળ્યું છે.
સરવે મુજબ 60 ટકા લોકો 5-7 કિલોમીટરની રેન્જ માટે સાઈકલનો ઉપયોગ શરૂ કર્યો છે. સ્ટેટ વિભાગના અધ્યક્ષ ડો. ચિરાગ ત્રિવેદી અને જયેશ શાહના જણાવ્યા અનુસાર વાહનમાલિકો સાથે વાતચીત કરી સરવે તૈયાર કરાયો હતો.
ઘણા બધા લોકોએ એમ પણ કહ્યું કે, વધારાનો બોજ ઓછો કરવા તેઓ ફ્યુઅલ બિલ ઘટાડવાના વિકલ્પો વિચારી રહ્યા છે. સરવેમાં ભાગ લેનારા લોકોએ કબૂલ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને હોવાથી ઈલેક્ટ્રિક વ્હીકલ હાલ શ્રેષ્ઠ વિકલ્પ લાગે છે. આ ઉપરાંત નજીક અંતરના કામ માટે સાઈકલ કે ચાલતા જવું બહેતર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.