વાઈબ્રન્ટ સમિટ 2022:ધોલેરાના બે પ્રોજેક્ટ સહિત વિવિધ કંપનીઓ સાથે 24,185 કરોડના MOU, 35 હજાર લોકોને રોજગાર પ્રાપ્ત થશે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં MOU થયા - Divya Bhaskar
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં MOU થયા
  • કોઈ પણ તકલીફ ન પડે તે જવાબદારી અમારી, સમયસર MOU પુરા ના થાય તેની જવાબદારી તમારીઃ મુખ્યમંત્રીની સીધી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ધદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી સ્થાપી રહી છે. તેવા સમયે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પડઘમ વાગી રહ્યા છે. જાન્યુઆરી 2022માં યોજાનારી આ સમિટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ અને સફળતાની ગાથાને વધુ ગતિથી આગળ વધારશે. ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાઈબ્રન્ટ સમિટની 10મી શ્રૃંખલાના પ્રારંભ પૂર્વે આજે ગુજરાત સરકારે રૂ. 24,185.22 કરોડના સૂચિત મૂડીરોકાણ માટે 20 જેટલા MOU (મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા હતા.

36,925 જેટલી રોજગારની તકો ઉભી થશે
આ મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે 36,925 જેટલી રોજગારની નવી તકો ઊભી થશે.ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલની ઉપસ્થિતિમાં આ MOU પર હસ્તાક્ષર થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વૈશ્વિક વિકાસનો જે પાયો આ સમિટથી નાખ્યો છે તેના પરિણામે આજે ગુજરાત દેશ અને દુનિયાના રોકાણકારો માટે એક સક્ષમ માધ્યમ બન્યું છે. રાજ્ય સરકાર પણ નરેન્દ્ર મોદીના પદચિન્હો પર ચાલીને સકારાત્મક બિઝનેસ પોલિસી તથા પ્રોત્સાહક વાતાવરણ થી વધુ ને વધુ ઉદ્યોગો રાજ્યમાં આવે તે માટે પ્રતિબદ્ધ છે.

મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે 36,925 જેટલી રોજગારની નવી તકો ઊભી થશે
મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે 36,925 જેટલી રોજગારની નવી તકો ઊભી થશે

ઉદ્યોગો સમયસર શરુ કરવાની જવાબદારી નિભાવે
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જે MOU થાય તે ઉદ્યોગો સમયસર શરુ કરવાની જવાબદારી ઉદ્યોગો નિભાવે તે જરૂરી છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને જરૂરી મદદ અને સહાય રૂપ થવાની નેમ પણ વ્યક્ત કરી હતી.આજે જે MOU પર હસ્તાક્ષર થયા તેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર (SIR)માં બે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર બંને દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવતું હોવાથી રોકાણકારોને અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ સહિત પુષ્કળ તકો ઉપલબ્ધ થઈ રહી છે. વડાપ્રધાનની ગતિશક્તિ યોજના માટે પણ ધોલેરા SIR મુખ્ય ચાલકબળ બની રહેશે, જેના આધારે આગામી વર્ષોમાં અનેક મેગા પ્રોજેક્ટનો પાયો નખાશે.

આ સ્થળોએ રોકાણ કરશે
જે ઔદ્યોગિક ક્ષેત્રોએ મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે તેમાં-ઉત્પાદન, રસાયણો તેમજ એગ્રોકેમિકલ્સ, ટેકનિકલ ટેક્સટાઇલ, દવા ઉદ્યોગો તેમજ કૃષિ સાધનો બનાવતી કંપનીઓ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે આ ઉદ્યોગો ગુજરાતમાં દહેજ, ભરુચ, ધોલેરા, વડોદરા, હાલોલ સહિત અન્ય સ્થળોએ મૂડીરોકાણ કરશે. આ પ્રસંગે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાશનાથન, ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમાર તથા ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા સહિત સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા

ભારતમાં અલગ અલગ જગ્યાએ 6 રોડશો થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી. આજે 10મી વાઇબ્રન્ટ સમિટ શરૂ થઇ રહી છે. આજે પહેલા દિવસે સરકાર તરફથી ખાતરી આપું છું કોઈ પણ તકલીફ ન પડે તે જવાબદારી અમારી છે. પરંતુ સમયસર MOU પુરા ના થાય તેની જવાબદારી તમારી છે. ઘણી વખત MOU ન થાય અને શરૂ ન થાય તે માટે ઘણી મુશ્કેલીઓ પડે છે. જેથી હવે સરકાર તમારી સાથે છે. 2022 વાઇબ્રન્ટ સમીટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત થીમ પર યોજાશે. ભારતમાં અલગ અલગ જગ્યાએ 6 રોડશો થશે. મુખ્યમંત્રી દિલ્હીમાં પ્રથમ રોડ શો કરશે. ગત વાઈબ્રન્ટ સમિટમાં 28500 કરોડના MOU થયાં હતાં.

આ વખતે તેનાથી વધુ MOU થાય તેવા અણસાર છે. ગત સમિટ કરતાં વધુ રોકાણના MOU આ વખતે થશે. અમરેલીના રાજુલામાં મેઘમણી ઓર્ગેનિક પ્રોજેક્ટ હેઠળ 8500 કરોડનું રોકાણ થશે. તે ઉપરાંત દહેજમાં મેઘમણી ફિનકેમ 600 કરોડનું રોકાણ થશે જેમાં 700 લોકોને સીધી રોજગારી પ્રાપ્ત થશે. જ્યારે ઝગડિયામાં 100 કરોડનું રોકાણ થશે.IOC 1595 કરોડનું રોકાણ કરશે જેમાં 5760 લોકોને રોજગારી પ્રાપ્ત થશે.

મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરી હતી
મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરી હતી

ગુજરાતમાં આટલી કંપનીઓ રોકાણ કરશે

કંપનીલોકેશનરોકાણ( કરોડમાં)રોજગારી
મેરિનો ઈન્ડસ્ટ્રી લિ.પંચમહાલ9001820
બોરોસિલ રિન્યુએબલ્સ લિ.ઝગડિયા650615
બોરોસિલ લિ.ભરૂચ100150
KEI ઈન્ડસ્ટ્રી લિવડોદરા7002000
ટ્રફાલગર ઈન્ડસ્ટ્રી લિહાલોલ6502500
બાહુ પેનલ્સ પ્રા.લિ.સાવલી565400
એવગલ નોનવોવેન ઈન્ડિયા પ્રા. લિહાલોલ175110
બી. મેડિકલ સિસ્ટમ ઈન્ડિયા. પ્રા. લિમુંદ્રા100100
કેપ્ટન ટ્રેક્ટર્સ પ્રા. લિ.રાજકોટ1001790
કલરટેક્સ ઈન્ડિયા પ્રા. લિભરૂચ20003500
ઈન્ડો એશિયા ચોપર લિ.અમરેલી85002025
કિરી ઈન્ડસ્ટ્રી લિ.દહેજ29001100
મેઘમણી ઓર્ગેનિક્સ લિ.દહેજ6001000
મેઘમણી ફિનકેમ લિ.દહેજ1000400
પ્રજ્ઞા ફાઈનકેમ પ્રા. લિદહેજ100700
ઈન્ડિયન ઓઈલ કોર્પો,દહેજ15955760
જેસીબી ઈન્ડસ્ટ્રી પ્રા. લિ.હાલોલ6501100
જેવીઆરએક્સ મેનેજમેન્ટ પ્રા. લિ.છારોડી10008000

વાઈબ્રન્ટ સમિટ પહેલાં સ્થાપાશે ડેટા સેન્ટર
ગુજરાત વાઈબ્રન્ટ સમિટ એટલે કે, વિશ્વના ઉદ્યોગપતિઓને બિઝનેસ માટે આકર્ષવાનો પ્રયાસ. વૈશ્વિક રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષવાનું માધ્યમ છે ત્યારે આ વર્ષે ગુજરાત સરકાર 10મી વાઈબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યમાં અદ્યતન ડેટા સેન્ટરની સ્થાપના કરવાનું વિચારી રહી છે. આ સેન્ટર કેન્દ્ર સરકારના આદેશ પછી બનાવવામાં આવશે અને તેમાં એકીકૃત ગ્રીન હાઉસ ડેટા સેન્ટરનો કોન્સેપ્ટ હશે શું છે આ કોન્સેપ્ટ પાછળનો ઉદ્દેશ્ય એ જાણવું રસપ્રદ રહેશે.

22 થી 26 નવેમ્બરે ત્રણ ટીમો રોડ શો કરશે
અગાઉ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન સાતથી આઠ રોડ શો યોજાતા અને આખોય મહિના થોડા સમયનાં અંતરે એક -એક ટીમ રોડ શો માટે વિદેશ જતી હતી. તેનાથી વિપરીત આ વખતે ત્રણ ટીમો એક જ તારીખે એટલે 22મીથી 26 નવેમ્બરે ફોરેન રોડ શોમાં જશે. તેમાં યુએસએમાં પ્રિન્સીપલ સેક્રેટરી જે પી ગુપ્તાની ટીમ સાથે ઉદ્યોગપતિઓ જશે. આ ઉપરાંત બીજી ટીમ જાપાન અને કોરીયામાં રોકાણ આકર્ષતા રોડ શો યોજશે. જેને શ્રમ અને રોજગાર વિભાગમાં પ્રિન્સીપલ સેક્રટરી અંજુ શર્મા લીડ કરશે. રૂરલ ડેવલપમેન્ટ કમિશનર સોનલ મિશ્રાની ટીમ જર્મની ફ્રાન્સ અને નેધરલેન્ડ જશે.

અન્ય સમાચારો પણ છે...