હાઇકોર્ટનો આદેશ:રોજે રોજ નવી અરજીઓ આવતી હોવાથી લેન્ડ ગ્રેબિંગ એક્ટને પડકારતી અરજીઓ એક સાથે જ ચાલશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ચીફ જસ્ટિસની બેન્ચે 3 મુદ્દા પર સરકારને ખુલાસો કરવા તાકીદ કરી

લેન્ડ ગ્રેબિંગ એકટને પડકારતી તમામ અરજીઓ પર ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને નવનિયુકત જસ્ટિસ મોના ભટ્ટની ખંડપીઠે સુનાવણી એકસાથે કરવા આદેશ કર્યો છે. લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ રોજે નવી અનેક અરજીઓ કોર્ટ સમક્ષ આવે છે. તેને ઉદ્દેશીને ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, આંધ્ર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને તામિલનાડુ જેવા રાજ્યોમાં લેન્ડ ગ્રેબિંગના કેસો ઘણા વઘારે છે. લેન્ડ ગ્રેબિંગ કમિટી નક્કી કરે તેમની સામે પ્રોસિંડિગ નક્કી કર્યા છે પરતું તે યોગ્ય નથી.

અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, લેન્ડ ગ્રેબિંગ એકટ માટે બનાવેલી કમિટી નક્કી કરે કે કોઇ વ્યક્તિએ લેન્ડ ગ્રેબિંગ કર્યુ છે તો તેમને જેલમાં ધકેલી દેવાય છે. 3 સ્તરીય કમિટી બનાવાઇ છે. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, કોઇ તમારી માલિકીની જગ્યા પર બાંધકામ કરે 15 વર્ષ સુધી ખાલી ન કરે તો તેને લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ન આવરી લેવાય.

આ ત્રણ તબક્કે લેન્ડ ગ્રેબિંગ નક્કી થાય છે
ખંડપીઠે સરકાર પાસે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ સરકાર પાસે 3 મુદ્દા નક્કી કરવા જવાબ માગ્યો છે. બોમ્બે લેન્ડ રેવન્યુ એકટ હેઠળ ફરિયાદ નોંધીને કાર્યવાહી થતી હોય તો પણ લેન્ડ ગ્રેબિંગ હેઠળ તેમને જેલમાં ધકેલી દેવા યોગ્ય નથી. આંધ્ર પ્રદેશ, કર્ણાટકે તાજેતરમાં લેન્ડ ગ્રેબિંગની વ્યાખ્યાનું વિસ્તૃતિકરણ કર્યુ તેવી રીતે ગુજરાત સરકારે પણ પુન:વિચારણા કરવી જોઇએ. કમિટી દ્વારા કોઇ પૂર્વગ્રહ રાખીને નિર્ણય લેવાય તો શું સરકાર દ્વારા તેમના પર કોઇ મોનિટરિંગ એજન્સી નીમી છે?

અન્ય સમાચારો પણ છે...