સુરક્ષાના કારણોસર પીએમ મોદીના વિમાનને એટીસી દ્વારા પ્રાયોરિટી ક્લીયરન્સ અપાય છે. એરપોર્ટથી બપોરે 3 વાગ્યે તેમનું વિમાન ટેકઓફ થવાનું હોવાથી અન્ય ડોમેસ્ટિક ફ્લાઇટ્સને ટેકઓફ-લેન્ડિંગની મંજૂરી મળી ન હતી, જેથી અમદાવાદથી ઇન્ડિગોની મુંબઈ, બેંગલુરુ, જયપુર, દિલ્હીની ફ્લાઇટ 18 મિનિટથી એક કલાક, વિસ્તારાની દિલ્હીની ફ્લાઇટ 40 મિનિટ મોડી પડી હતી.
જ્યારે સ્પાઇસ જેટની કોચીથી અને વિસ્તારાની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટ્સને આકાશમાં ચક્કર મારવા પડ્યા હતા. આ બંને ફ્લાઇટ નિયત સમય કરતાં 30 મિનિટ સુધી મોડી પડી હતી. શપથવિધિને કારણે દિવસ દરમિયાન એરપોર્ટ પર 20 ચાર્ટર્ડ વિમાનોની આવનજાવન રહી હતી. અમદાવાદથી પીએમ મોદી બપોરે 3 વાગે દિલ્હી રવાના થયા બાદ એક પછી એક સાત રાજ્યના સીએમ નીકળી ગયા હતા. ઉપરાંત સોમવારે ઇન્ટરનેશનલ ચાર્ટર્ડ અને નાગપુરનું એક ચાર્ટર્ડ ફ્યૂઅલ ભરાવવા આવ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.