આંદોલનની ચીમકી:SVP હોસ્પિટલના 700 જેટલા કોન્ટ્રાકટ બેઝ નર્સિંગ સ્ટાફ દૂર કરવા નોટિસ અપાતા 50 લોકો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • 50 જેટલા નર્સિંગ સ્ટાફના લોકો સવારથી SVP હોસ્પિટલના કેમ્પસમાં હડતાળ પર બેઠા છે

દિવાળીના તહેવારો બાદ રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આગામી દિવસોમાં પણ કેસો વધવાની શક્યતા જણાય છે. કોરોનાના કેસો વધી રહ્યા છે જેની વચ્ચે SVP હોસ્પિટલમાંથી કોન્ટ્રાકટ બેઝ 700 જેટલા નર્સિંગ સ્ટાફને છુટાં કરવાની જાણ કરવામાં આવી છે. જેને લઈ આજે 50 જેટલા નર્સિંગ સ્ટાફના લોકો સવારથી SVP હોસ્પિટલના કેમ્પસમાં હડતાળ પર બેઠા છે. તેઓને કોઈ પણ નોટિસ વગર છૂટા કરવાના મેઈલ કરવામાં આવ્યા છે. UDS કંપનીને નર્સિંગ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.

નોટિસ વગર સ્ટાફને છૂટા કરવાના મેઈલ કરવામાં આવ્યા છે
નોટિસ વગર સ્ટાફને છૂટા કરવાના મેઈલ કરવામાં આવ્યા છે

સ્ટાફને પાછો નહિ લેવામાં આવે તો આંદોલનની ચીમકી
સૂત્રોના મુજબ, SVP હોસ્પિટલમાં હાલમાં એટલા સ્ટાફની જરૂરિયાત નથી જેના કારણે આ સ્ટાફને દૂર કરવા માટે હાલમાં નોટિસ આપવામાં આવી છે. કોન્ટ્રાક બેઝ આ સ્ટાફને લેવામાં આવ્યો હતો. જેથી હાલમાં તેઓને છુટા કરવા નોટિસ આપવામાં આવી છે. ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન દ્વારા જો સ્ટાફને પાછો નહિ લેવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વાઇસ પ્રેસિડેન્ટ દર્શનભાઈએ જણાવ્યું હતું કે, તમામ સ્ટાફને નોકરીમાં પાછા લેવામાં આવે નહિ તો આંદોલન કરીશું.

ગુજરાત નર્સિંગ યુનિયન દ્વારા આંદોલનની ચીમકી
ગુજરાત નર્સિંગ યુનિયન દ્વારા આંદોલનની ચીમકી

ગત વર્ષે પણ પગાર મુદ્દે થયો હતો હોબાળો
ગત વર્ષે પણ SVP હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફના પગારમાં મોટો કાપ મૂકતા સ્ટાફ રોષે ભરાયો હતો. બીજી લહેર વખતે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની ભરતી કોન્ટ્રાક્ટ બેઝ પર કરાઈ હતી, ત્યારે કોન્ટ્રાક્ટ પર રાખતી કંપનીએ નર્સિંગ સ્ટાફના પગારમાં મોટો કાપ મૂકતા નર્સિંગ બહેનો અને સ્ટાફ રોષે ભરાયો હતો. પરંતુ કોરોના મહામારીમાં તેમને વળતર આપવાના બદલે 22 હજાર પગાર ચૂકવાતા રોષ ફાટી નીકળ્યો હતો. પરંતુ પોતાની મહેનતના પગારમાં પણ કોન્ટ્રાક્ટ કંપનીએ કાપ મૂકતા આજે નર્સિંગ સ્ટાફ ગ્રાઉન્ડ પર ઉતરી આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...