એક્સક્લુઝિવ:ગુજરાતના પોલીસ મથકોમાં ભંગાર થઈ રહ્યાં છે 28 હજાર જેટલાં વાહનો, કિંમત રૂ.162.21 કરોડ કરતાં પણ વધારે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર સુરતના ઉમરામાં પોલીસે જપ્ત કરેલા વાહનોની છે. જે હવે ભંગાર હાલતમાં પડ્યા છે. - Divya Bhaskar
તસવીર સુરતના ઉમરામાં પોલીસે જપ્ત કરેલા વાહનોની છે. જે હવે ભંગાર હાલતમાં પડ્યા છે.
  • જપ્ત કરાયેલાં વાહનોમાં 75 ટકા ટુ-વ્હીલર, 20 ટકા કાર અને 5 ટકા ટ્રક-બસ-ટેમ્પો છે

રાજ્યના પોલીસ સ્ટેશનોમાં પડેલાં જપ્ત થયેલાં વાહનો વેચી દેવામાં આવે તો 162 કરોડ કરતા વધુની આવક સરકાર મેળવી શકે એમ છે, જેનાથી પોલીસ સ્ટેશનો પણ નવાનક્કોર બની જશે. જોકે આ માટે ભંગાર થઈ ચૂકેલી સિસ્ટમ બદલવાની જરૂ છે. રાજ્યભરમાં 28,749 વાહનો જપ્ત થયેલાં પડ્યાં છે. જે ભંગાર બની રહ્યા છે. પોલીસ એમ કહીને હાથ અદ્ધર કરી દે છે કે અમે કાયદો અને વ્યવસ્થા સંભાળીએ કે આ બધું કરીએ? અને સરકારના અન્ય વિભાગોને આ કામમાં કોઈ રસ નથી.

ટ્રકથી માંડીને વૈભવી ગાડીઓ ભંગાર બની રહી છે.
ટ્રકથી માંડીને વૈભવી ગાડીઓ ભંગાર બની રહી છે.

આ ખડકલા પાછળનાં 5 મુખ્ય કારણ

  • મોટાભાગના બુટલેગરોના વાહનો છે જે પકડાયા પછી છોડાવતા નથી.
  • ચોરાયેલા વાહનો હોવાથી માલિકને ખબર નથી હોતી કે તેનું વાહન ક્યાં પડ્યું છે.
  • વાહનો પર ટેક્સ કે દંડની રકમ વધારે હોવાથી માલિક ગાડી છોડાવવામાં રસ લેતા નથી.
  • કોર્ટ કેસો પેન્ડિંગ હોવાથી વાહનોનો નિકાલ થઈ શકતો નથી.
  • ચોરાયેલા વાહનો ખરીદવામાં કોઈ રસ લેતા નથી.
શહેરવાહનોની સંખ્યાઅંદાજિત કિંમત (કરોડ રૂપિયા)
ગાંધીનગર178031.5
અમદાવાદ674549.5
સુરત જિલ્લો974621.71
વડોદરા14392.5
રાજકોટ205610
દ.સૌરાષ્ટ્ર8449
તાપી જિલ્લો6398
અન્ય જિલ્લા550030
કુલ28,749162.21
અન્ય સમાચારો પણ છે...