AMCની મેગા સિલિંગ ઝૂંબેશ:એક જ દિવસમાં 26530 જેટલી મિલકતોને સીલ કરી, 20 કરોડની આવક

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સધારકો દ્વારા વર્ષોથી ટેક્સ ન ભરતાં કરોડોની બાકી રકમ વસૂલવા માટે ટેક્સ વિભાગ દ્વારા મેગા સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આજે શુક્રવારે મેગા સિલિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આજે એક જ દિવસમાં કોર્પોરેશન દ્વારા 26530 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે અને રૂ. 20 કરોડની આવક થઈ છે. મેગા સિલિંગ ઝૂંબેશ અંતર્ગત સૌથી વધારે પૂર્વ ઝોનમાં 10540 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ મેગા સિલિંગ ઝૂંબેશ યથાવત રહેશે તેમ રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું.

100 વ્યાજ માફીની સ્કિમ અમલમાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં 100 વ્યાજ માફીની સ્કિમ અમલમાં મૂકાઈ છે. ઉપરાંત વર્ષોથી લોકોને માફીની રાહત આપવા છતાં કેટલાક ટેક્સધારકો પોતે ટેક્સ ન ભરતાં કોર્પોરેશન દ્વારા મેગા સિલિંગ ઝૂંબેશ સહિત રોજ કડક સિલિંગ ઝૂંબેશ કરવામાં આવે. જેમાં છેલ્લા એક મહિનાથી મિલકતો સીલ કરવામાં આવે છે.

મેગા ટ્રીગર સિલિંગ ઝૂંબેશ
શુક્રવારે મેગા ટ્રીગર સિલિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત સૌથી વધુ પૂર્વ ઝોનમાં 10540, મધ્ય ઝોનમાં 1336, પશ્ચિમ ઝોનમાં 5326, દક્ષિણ ઝોનમાં 1340, ઉત્તર ઝોનમાં 473, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2251 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5326 એમ કુલ 26530 મિલકતો સીલ કરી છે.

ટેક્સ કલેક્શન વાન મૂકવામાં આવી
31 માર્ચ સુધીમાં વ્યાજ માફીની સ્કિમ લાગૂ કરવામાં આવી છે, ત્યારે લોકો સરળતાથી ટેક્સ ભરી શકે તેના માટે ટેક્સ કલેક્શન વાન મૂકવામાં આવી છે દરેક ઝોનમાં એક એક એમ કુલ સાત જેટલી ટેક્સ કલેક્શન વાન મૂકાય છે. જે ઘરે ઘરે અને સોસાયટીઓમાં ફરીને જો ટેક્સ ભરવો હોય તો વ્યાજ માફીની સ્કીમ માટે માઈકમાં જાહેરાત કરી અને લોકોને જણાવવામાં આવે છે. વર્ષ 2022-23ની ચાલુ નાણાકીય વર્ષની આજ દિન સુધીની ટેક્સની રૂ. 1600 કરોડ આવક થઈ છે. 31 માર્ચ સુધી કોર્પોરેશનના સિવિક સેન્ટર રજાના દિવસે પણ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...