તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • As Many As 250 People Living In Slums In Ahmedabad City Protested To The Collectorate For Their House, A Woman Fainted After A Clash With Police.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી ટાણે વિરોધ:અમદાવાદમાં ઝૂંપડપટ્ટીમાં રહેતાં 250 જેટલા લોકોએ પોતાના ઘર માટે કલેકટર કચેરી એ વિરોધ કર્યો, પોલીસ સાથે ઘર્ષણ થતાં એક મહિલા બેભાન થઈ

અમદાવાદ13 દિવસ પહેલા
મહિલાની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાઈ
 • બેભાન થયેલી મહિલાને 108 બોલાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી
 • વિરોધ કરવા માટે આવેલા લોકોની પોલીસે અટકાયત કરી

રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન આગામી 21 ફેબ્રુઆરીએ યોજાનાર છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાયાની સુવિધાઓથી વંચિત રહેલા ગરીબ વર્ગના લોકો આજે તેમના ઘર તથા અન્ય માંગણીઓ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતાં. શહેરના 11 વિસ્તારના ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો અહીં એકત્ર થયા હતા અને નારા લગાવ્યા હતા. તેઓ કલેકટરને આવેદનપત્ર આપે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. આ દરમિયાન એક મહિલા બેભાન થઈ જતાં 108 બોલાવવી પડી હતી.
250 લોકોનું ટોળું વિરોધ કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યું
કલેક્ટર કચેરીએ અંદાજિત 200 થી 250 ટોળાએ બહાર પોસ્ટર સાથે નારા લગાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો ત્યારે પોલીસે તેમને રજૂઆત કરવા માટે સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેમણે વિરોધ કરવાનું ચાલુ રાખતા તેમને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાંથી કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી અને બાકીના લોકોને અહીંયાથી પાછા તગેડી દેવામાં આવ્યા આ દરમિયાન કેટલીક મહિલાઓએ ઉગ્ર વિરોધ કરતા પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ અને પોલીસે તેમને બળજબરીપૂર્વક પોલીસની ગાડીમાં બેસાડીને અયકાયત કરવાના પ્રયાસ કર્યા હતા જેમાં એક મહિલાની હાલત લથડતા તે બેભાન થઇ ગઈ હતી અને તેના માટે 108 બોલાવવાની ફરજ પડી હતી જોકે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને બાકીના લોકોને અહીંથી પાછા મોકલી દેવામાં આવ્યા છે.

પોતાની માંગણીઓ સાથે લોકોએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યુ
પોતાની માંગણીઓ સાથે લોકોએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યુ

અમને વર્ષોથી પાયાની સુવિધાઓ મળી નથી
બેભાન થયેલી મહિલા એ અગાઉ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમને પાયાની સવલતો મળતી નથી સાથે અમે કેટલા વર્ષોથી ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ ચૂંટણી ટાણે તમામ નેતાઓ આવે છે અને વોટ માંગે છે ત્યારબાદ અમને કોઈ સુવિધા મળતી નથી સાથે અમને ઘર મળે તે માટે આજે અમે રજૂઆત કરવાના છે ઘણા વર્ષોથી અહીંયા એકઠા થયેલા લોકોના ઘર ફૂટપાથ ઉપર પણ છે તેઓ પણ આજે આવ્યા છે અને પોતાની માગણી લઇને વિરોધ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો