અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ અને દબાણો કરી દેવામાં આવે છે. વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે અને ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને હપ્તા ન પહોંચે અથવા કોઈ અરજી કરે ત્યારે તેને દૂર કરવા પહોંચે છે અને એસ્ટેટ વિભાગની કાર્યવાહીથી બચવા કોર્ટમાં કેસ કરવામાં આવે છે. શહેરમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણના 1872 જેટલા કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. જેમાં સૌથી વધુ શહેરના કોટ વિસ્તા અને પૂર્વ વિસ્તારમાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સૂત્રો મુજબ એસ્ટેટ વિભાગના 1772 જેટલા કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. જેમાં 67 જેટલા કેસમાં કોર્ટ દ્વારા બાંધકામો અને જગ્યા પર તે આપવામાં આવ્યો છે. જ્યારે 1706 જેટલા કેસો સ્ટે વગરના ચાલી રહ્યાં છે. કોર્ટમાં આવા ચાલી રહેલા કેસો પેન્ડિંગ છે. તેને ઝડપથી પૂરા કરવા માટે માટે લીગલ વિભાગને પણ જાણ કરવામાં આવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્ટમાં ચાલતા કેસોમાં સૌથી વધુ સિવિલ અને હાઇકોર્ટમાં એસ્ટેટ વિભાગના નોંધાય છે. એસ્ટેટ વિભાગના 1772 જેટલા કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. જેમાં સૌથી વધુ કેસો દક્ષિણ ઝોનમાં કોર્ટમાં પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. મધ્ય અને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ કેસો પેન્ડિગ છે. જેમાં મધ્ય ઝોનમાં 537 જેટલા કેસો પેન્ડિગ છે. 43 કેસોમાં સ્ટે આપવામાં આવ્યો છે અને 494 જેટલા કેસોમાં સ્ટે નથી. દક્ષિણ ઝોનમાં 498 જેટલા કેસો કોર્ટમાં પેન્ડિંગ છે અને તેમાં 5 કેસો પર જ સ્ટે આપવામાં આવ્યો છે. બાકીના 493 જેટલા કેસો પર કોઈ જ તે નથી અને કોર્ટમાં ચાલુ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગનો ભ્રષ્ટાચાર જો સૌથી વધુ દેખાતો હોય તો મધ્ય ઝોન એટલેકે શહેરનો કોટ વિસ્તાર અને દક્ષિણ ઝોન એટલે કે, લાંબા નારોલ ઇસનપુર વટવા મણિનગર ઘોડાસર સહિતના વિસ્તારોમાં સૌથી વધુ જોવા મળે છે. કોર્ટમાં થયેલા પેન્ડિંગ કેસોના આંકડા જ બતાવે છે કે, કેટલાય ગેરકાયદેસર બાંધકામો આ વિસ્તારમાં ઉભા થઈ જાય છે અને બાદમાં કોર્ટમાં કેસો કરી અને તેના પર તેલ આવી અને કામગીરી ચાલુ જ રહે છે. આમાં એસટી વિભાગના કેટલાક અધિકારીઓ જ લોકોને આ રીતે કોર્ટમાં અરજી કરવાની સલાહ આપે છે અને તેનાથી કોર્ટમાં કેસ ચાલતો હોય છે જેથી તેમાં કોઇ કાર્યવાહી ન થઈ શકે.
સુપ્રીમ કોર્ટથી લઈને વિવિધ કોર્ટોમાં AMCના 9464 કેસો પેન્ડિંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુપ્રીમ કોર્ટથી લઈને અલગ અલગ કોર્ટમાં એસ્ટેટ વિભાગ પ્રોપર્ટી ટેક્સ એન્જિનિયરિંગ સહિતના અલગ-અલગ વિભાગોના કેસો ચાલે છે. સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ સહિતની કોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 9464 જેટલા કેસો પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. દર મહિને 50થી વધુ કેસ નોધાય છે. સૌથી વધુ ગુજરાત હાઈકોર્ટ અને સિટી સિવિલ કોર્ટમાં કેસો પેન્ડિંગ છે. હાઈકોર્ટમાં 4570 અને સિટી સિવિલ કોર્ટમાં 3467 જેટલા કેસો પેન્ડિંગ છે. એસ્ટેટ વિભાગ, ટેન્ડર, વળતર, પોલ્યુશન, પ્રોપર્ટી ટેક્સના કેસો સૌથી વધુ ગુજરાત હાઈકોર્ટમાં નોંધાયા છે. સિટી સિવિલ કોર્ટમાં પણ એસ્ટેટ વિભાગના સૌથી વધુ કેસો નોંધાયા છે.
ખોટના ખાડામાં AMTS અને કોન્ટ્રાક્ટરોને લહાણી
એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિકાસના કામો માટે જંગી નાણાંકીય ખેંચ અનુભવવામાં આવે છે. પ્રજાના કરોડો રૂપિયાની ટેક્સની આવક હોવા છતાં કોર્પોરેશનના અણઘડ વહીવટને કારણે નાણાકીય અછત ઊભી થાય છે અને તેના કારણે વિકાસના કાર્યો થઇ શકતા નથી. એક સમયે નફામાં ચાલતી અને અમદાવાદની ઓળખ સમાન AMTSમાં જ્યારથી ખાનગી કોન્ટ્રાકટરનો પગપેસારો થયો ત્યારથી એએમટીએસની હાલત કફોડી થવાનું શરૂ થયું. કોઈપણ ભોગે પોતાના મળતીયા કોન્ટ્રાક્ટરોને લાભ અપાવવા અધિકારીઓ અને શાસક પક્ષ દ્વારા ખોટા નિર્ણય લઈ AMTS ને મૃતપાય અવસ્થામાં ધકેલી દેવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. AMTSની આવક ખર્ચ અને ઘટની માહિતી આપવામાં આવી છે. જેનો અભ્યાસ કરતાં જણાય છે કે, AMTSના વહીવટમાં ફક્ત અને ફક્ત કોન્ટ્રાક્ટરોનો લાભ જોવામાં આવે છે. AMTSની એપ્રિલ 2021થી ડિસેમ્બર 2021 સુધીની આવક ખર્ચ અને ઘટની વિગત આ પ્રમાણે છે.
ફિઝિયોથેરાપી સહિતના અભ્યાસ માટે ઓનલાઇન ચોઇસ ફીલિંગ
સરકારી ફિઝિયોથેરાપી, ઓર્થોપેડિક,પ્રોસ્થેટિક્સ, ઓક્યુપેશનલ થેરાપી માટેના અભ્યાસક્રમમાં ઓનલાઇન ચોઇસ ફીલિંગ માટેની પ્રક્રિયા 12થી 14 એપ્રિલ સુધી કરવામાં આવી હતી. જેમાં 39521 વિદ્યાર્થીઓએ ચોઇસ ભરેલ છે જે માટે 142 બેઠકો પર પ્રવેશ ફાળવણી માટેની જાહેરાત 16 એપ્રિલે સવારે 10 વાગે વેબસાઈટ પર કરવામાં આવશે. જે બાદ 16થી 19 એપ્રિલ સુધી ઓનલાઇન ફી ભરવાની રહેશે અને આ સમય દરમિયાન જ નિયત કરેલ હેલ્પ સેન્ટર પર અસલ ડોક્યુમેન્ટ જમા કરાવીને એડમિશન કનફોર્મ કરવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.