ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મિટ 2022:અમદાવાદમાં અમિત શાહે કહ્યું, અંગ્રેજોના જમાનાથી ચાલતા મોડેલમાં પરિવર્તન કરીશું, જેલોને અત્યાધુનિક બનાવાશે

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ 2022 આજથી 6 સપ્ટેમ્બર સુધી યોજાશે. ગુજરાત પોલીસ જેલ વિભાગ અને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના સંયુક્ત ઉપક્રમે આ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 15 વર્ષ બાદ ગુજરાતને આ મીટનું યજમાન પદ પ્રાપ્ત થયું છે. જેમાં 19 રાજ્યોમાંથી આવેલા 1031 જેલ અધિકારીઓ અને કર્મીઓ 18 જેટલી સ્પર્ધામાં ભાગ લેશે. હાલમાં કાંકરિયા ખાતેના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમમાં વિવિધ રાજ્યોના પોલીસ કર્મીઓ હાજર થઈ ગયાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ મીટમાં ઉપસ્થિત રહ્યાં છે. તેમણે ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજોના જમાનાથી ચાલતા મોડેલમાં પરિવર્તન કરીશું, જેલોને અત્યાધુનિક બનાવાશે.

જેલ મેન્યુઅલની જગ્યાએ મોડલ જેલ મેન્યુઅલ આવ્યું
અમિત શાહે કહ્યું હતું કે, પ્રશ્નોતરી, કોમ્પ્યુટરી, સ્વચ્છતા,જેલ,વોલીબોલ,કબબડી,દોડ,ઊંચી કુદ સહિત અનેક સ્પર્ધા છે.દેશમાં જેલને અત્યારે નકારાત્મક માનવામાં આવે છે પરંતુ જેલમાં સુધારા કરીને જેલને યોગ્ય બનાવવી જેમાં જેલમાં હોસ્પિટલ,લાયબ્રેરી, સારું વાતાવરણ હવે ઉભું કરવું જોઈએ.જેલની સુવિધાઓને રાજ્ય મહત્વ આપે તે જરૂરી છે જેથી મોદી સરકાર આવ્યા બાદ 2016માં જેલ મેન્યુઅલની જગ્યાએ મોડલ જેલ મેન્યુઅલ આવ્યું છે. દરેક રાજ્ય આ મોડલ સ્વીકાર કરે તેવો મારો આગ્રહ છે.જેલની નિરીક્ષણ માટે નિયમાવલી બનાવી છે.મોતની સજા મળેલી કેદીઓના અધિકારીઓ શુ હોય તથા અન્ય માહિતી આ મોડલમાં આપવામાં આવી છે.

દરેક રાજ્યોએ જેલમાં વીડિયો કોન્ફરન્સની સુવિધા કરવી જોઈએ
તેમણે કહ્યું કે, વીડિયો કોન્ફરન્સની સુવિધા દરેક રાજ્યોએ જેલમાં કરવી જોઈએ તેવો મારો આગ્રહ છે. નાર્કોટિક્સના ગુનામાં આવેલા લોકોને અલગ રાખવાની વ્યવસ્થા જેલમાં કરવી જોઈએ. અમે હવે એક મોડલ એક્ટ પણ લાવવા જઈ રહ્યા છીએ.અંગ્રેજો ના જમાનાથી ચાલતા મોડલમાં પરિવર્તન લવાશે.6 મહિનામાં જ પરિવર્તન આવશે અને જેલોને અત્યાધુનિક બનાવાશે. અત્યારે તમામ રાજ્યો સાથે વિગતે ચર્ચા ચાલી રહી છે.હાર અને જીત સ્વીકારતા ખેલથી જ આવી શકે છે.બહારથી આવેલા લોકોને સોમનાથ,દ્વારકા અને કેવડિયા માટે ગુજરાત સરકાર ખાસ વ્યવસ્થા કરશે.

2016માં તેલંગાણા ખાતે આ મિટ યોજાઈ હતી
આ ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ 2016માં તેલંગાણા ખાતે આ મિટ યોજાઈ હતી. 2022માં આ મીટ અમદાવાદ ખાતે યોજાઈ રહી છે. જેમાં યોજાનારી વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર અધિકારીઓ અને કર્મીઓને ટ્રોફી તેમજ મેડલ પણ આપવામાં આવશે.અત્યાર સુધી દેશભરમાં કુલ 5 ઓલ ઇન્ડિયા મીટ યોજાઈ છે. ત્યારે 15 વર્ષ બાદ ફરી ગુજરાતમાં આ મીટ યોજાવા જઈ રહી છે.

કઈ કઈ યોજાશે સ્પર્ધા?

 • ક્વિઝ કોમ્પિટિશન
 • અનઆર્મ્ડ કોમ્બેટ
 • ફર્સ્ટ એડ કોમ્પિટિશન
 • હેલ્થ કેર કોમ્પિટિશન
 • કોમ્પ્યુટર એન્ડ ટેક્નોલોજી કોમ્પિટિશન
 • વન મિનિટ ડ્રિલ કોમ્પિટિશન
 • પ્રિઝન બિઝનેસ મોડલ કોમ્પિટિશન
 • ફાઇન આર્ટસ એન્ડ મ્યુઝિક કોમ્પિટિશન
 • પ્રિઝન હાઇઝિન કોમ્પિટિશન
 • બેસ્ટ પ્રેક્ટિસ કોમ્પિટિશન
 • પ્રોબેશન ઓફિસર

રમતગમતની કઈ સ્પર્ધા યોજાશે?

 • વોલિબોલ
 • કબડ્ડી
 • 100 મીટર મેન એન્ડ વિમેન
 • 400 મીટર મેન એન્ડ વિમેન
 • લોંગ જમ્પ મેન એન્ડ વુમેન
 • હાઇ જમ્પ મેન એન્ડ વિમેન
અન્ય સમાચારો પણ છે...