તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંયોગ:ગુરુ-શુક્ર અસ્તના તેમજ ભાગી તિથિ હોવાથી 19 વર્ષ પછી વસંતપંચમીએ લગ્નનું મુહૂર્ત નથી

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: સંકેત ઠાકર
  • નવા વર્ષમાં લગ્નનું પહેલું શુભ મુહૂર્ત 22 એપ્રિલે

મકરસંક્રાંતિએ સૂર્યના ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ સાથે ખરમાસ પૂર્ણ થઈ જશે અને માંગલિક કાર્યોની શરૂઆત થઇ ગઈ છે. ત્યાર બાદ 18 જાન્યુઆરીએ વર્ષનું પહેલું શુભ મુહૂર્ત હતું. 19 જાન્યુઆરીથી ગુરુ ગ્રહ અસ્તનો થઈ ગયો છે અને 16 ફેબ્રુઆરી સુધી અસ્તનો જ રહેશે. આ પરિભ્રમણને અશુભ માનવામાં આવતું હોવાથી આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરી શકાય નહીં, સાથે સાથે 16 ફેબ્રુઆરીએ શુક્ર ગ્રહ પણ અસ્તનો થઇ જશે, જે 17 એપ્રિલ સુધી અસ્ત રહેશે. આ બંને ગ્રહો અસ્ત થઇ જવાથી કોઈ લગ્ન-મુહૂર્ત રહેશે નહીં, એટલે વર્ષનું પહેલું લગ્ન-મુહૂર્ત 22 એપ્રિલ ગણાશે. બે ગ્રહ અસ્તના થતા હોવાથી વસંતપંચમીના વણજોયા મુહૂર્તે લગ્ન થઈ શકશે નહીં. 19 વર્ષ પછી આવો સંયોગ રચાયો છે.

વસંતપંચમીએ સૂર્યોદય સાથે જ શુક્ર અસ્તનો થાય છે
16 ફેબ્રુઆરીએ વસંતપંચમી છે. એને પણ લગ્ન માટે વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે, પરંતુ આ દિવસે સૂર્યોદય સાથે જ શુક્ર ગ્રહ અસ્ત થવાનો હોવાના લીધે લગ્ન નિષેધ ગણાશે. આ કારણોસર પંચાંગમાં એને લગ્ન-મુહૂર્તમાં સામેલ કરવામાં આવ્યું નથી. જોકે લોકપરંપરા પ્રમાણે, ઉત્તરાખંડ સહિત દેશના અનેક ભાગોમાં વસંતપંચમીએ લગ્ન થાય છે.

માંગલિક કાર્યો નિષેધ મનાય છે
જ્યોતિષિ આશિષ રાવલે જણાવ્યું હતું કે 19 વર્ષ બાદ આ પ્રકારનો યોગ આવ્યો છે, જેમાં વસંતપંચમીના દિવસે ગુરૂ અને શુક્ર અસ્તના થાય છે અને ભાગી તિથિ હોવાથી આ દિવસોમાં લગ્ન જેવા શુભપ્રસંગો વજ્રય ગણાય છે. દર વર્ષે વસંતપંચમીના દિવસે સેંકડો લગ્ન થાય છે.

આ વર્ષે 52 મુહૂર્ત

  • ફેબ્રુઆરી : 22, 24, 25, 26, 27, 28
  • મે : 1, 2, 7,8, 9, 13, 14, 21, 22, 23, 24, 26, 28 , 29, અને 30
  • જૂન : 3, 4, 5, 16, 19, 20, 22, 23, 24
  • જુલાઈ : 1,2,7,13 અને 15
  • નવેમ્બર : 15, 16, 20, 21, 28, 29, અને 30
  • ડિસેમ્બર : 1,2,6,7,11 અને 13
અન્ય સમાચારો પણ છે...