માવઠાંની હોળી:હોળિકાદહન ટાણે જ વાતાવરણ પલટાયું અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સર્વત્ર વરસાદ

જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણવાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ. વાદળ છાયા વાતાવરણ સાથે અમદાવાદ જિલ્લાના સાણંદ, દસ્ક્રોઇ, બાવળા, ધોળકા, વિરમગામ, ધંધુકા તથા રામપુરા ભંકોડામાં કમોસમી વરસાદ થયો હતો. દસ્ક્રોઇના વિસલપુર, કાસિન્દ્રા, ભાત, ટિંબામાં વરસાદ પડ્યો હતો.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટર્ફને અસરથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે ક્યાંક કરા તો ક્યાંક છુટો છવાયો વરસાદ થઇ રહ્યો છે. જે સોમવારે પણ યથાવત રહેતા સવારે અને બપોરે વાતાવરણ વાદળ છાયુ અને સાફ વાતાવરણ વચ્ચે તડકો રહ્યો હતો. પરંતુ સાંજે વાદળો છવાઇ જવા સાથે જિલ્લામાં વરસાદ થયો હતો. આમ સવારે ગરમીનો પારો બપોરબાદની સરખામણીએ વધારે ઘટ્યો હતો.

જિલ્લા વાસીઓએ સવારથી સાંજ સુધીમાં હવામાન અને તાપમાનમા 17 ડિગ્રી તાપમાન ફેરફાર અનુભવ્યો હતો. જ્યારે હોલીકા દહન માટે તૈયાર કરેલો છાણાનો ઢગલો પલળી જતા આયોજકો ઢાંકવા માટે દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. ચુવાળસોમવારના રોજ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા સહીત પંથકમાં મારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો. સાણંદમાં સોમવારે સમી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડા પવનો ફુકાવવાનું શરૂ થયું હતું.

આશરે 7 વાગ્યા આસપાસ સાણંદના ચાંગોદર, મોરૈયા, મટોડા વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યું હતું અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. વીજળીના કડાકા અને પવનના સુસ્વાટા વચ્ચે પડેલા કમોસમી વરસાદ ચાંગોદર તરફના પટ્ટામાં હોળી પ્રાગટ્યમાં વિલન સાબિત થયો હતો. જોકે સાણંદ શહેર અને બાકીના વિસ્તારોમાં 8 વાગ્યા સુધી માત્ર ઠંડા હતા. વરસાદના કોઈ સમાચાર નથી. વરસાદને પગલે વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી. બાવળા પંથકમાં કમોસમી વરસાદ થયો હતો. પાકને નુકશાનની ભીતીથી ખેડુતોમાં ચિંતા વ્યાપી હતી. બાવળામાં આવેલી વૈશાલી સોસાયટીમાં રહેતાં મહેશભાઇ પટેલનાં ઘરની બાજુમાં ઉભેલા નાળીયેરીનાં ઝાડ ઉપર વીજળી પડતાં ઝાડ સળગવા લાગ્યું હતું. અને સદ્નસીબે કોઇ જાનહાની થવા પામી નહોતી.

અન્ય સમાચારો પણ છે...