કોરોના ઇફેક્ટ / APMC બંધ થતાં શાકભાજીના ભાવ આસમાને, ટામેટાં રૂ.100ના કિલો

As APMC closes, vegetable prices skyrocket, tomatoes at Rs 100 per kg
X
As APMC closes, vegetable prices skyrocket, tomatoes at Rs 100 per kg

  • છૂટક વેપારીઓએ સસ્તામાં શાક ખરીદી નફાખોરી કરી

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:46 AM IST

અમદાવાદ. જમાલપુર એપીએમસી 15 જુલાઈ સુધી બંધ કરાતા બજારમાં માલની અછત સર્જાવાથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા હતા. છૂટક વેપારીઓએ ખેડૂતો પાસેથી સસ્તામાં શાક ખરીદી દોઢાથી બમણાં ભાવે વેચ્યું હતું. ટામેટાંનો ભાવ તો કિલોના રૂ.100 બોલાયો હતો. ખેડૂતોએ શાકભાજી જેતલપુર માર્કેટ બહાર સર્વિસ રોડ પર છૂટક વેપારીઓને વેચ્યુ હતું. 

વૈકલ્પિક વ્યવસ્થા ન કરીને એપીએમસીને રાતોરાત બંધ કરી દેતા શહેરના વિવિધ વિસ્તારોમાં શાકભાજીનાં ભાવ આસમાને પહોંચી ગયા હતા. જમાલપુર એપીએમસીમાં માત્ર 33 ટકા વેપારીને મંજૂરી અપાતા વિરોધ થયો હતો. 

કોથમીર-વટાણાના રૂ.160

શાકભાજી સેટેલાઇટ બોપલ કાલુપુર બાપુનગર
ટામેટાં 100 110 80 70
ટીંડોળા 90 90 70 70
ફલાવર 110 120 80 80
વટાણા 160 160 130 140
રીંગણ 80 80 60 70
ગવાર 90 90 70 80
દુધી 60 65 60 50
કોથમીર 160 150 130 120

નોંધ : શાકભાજીનો ભાવ પ્રતિ કિલોનો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી