અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીની હદની વિસંગતિથી અમદાવાદના શહેરના 14 વિસ્તારનો સમાવેશ અમદાવાદ ગ્રામ્યમાં થાય છે. તજજ્ઞોના મતે, અમદાવાદ ગ્રામ્યનું પરિણામ નબળું ન દેખાય તે માટે શહેરની હદમાં આવતી સ્કૂલોનો સમાવેશ પણ અમદાવાદ ગ્રામ્યમાં થાય છે. આ કારણે અમદાવાદ શહેરની સ્કૂલોનું સરેરાશ રિઝલ્ટ 70.80 ટકા આવ્યું છે. જ્યારે ગ્રામ્યની સ્કૂલોનું પરિણામ 5 ટકા વધુ એટલે કે 75.85 ટકા આવ્યું છે. શિક્ષણ વિભાગે રેવન્યુ પ્રમાણે નહીં પરંતુ પરંપરાને ધ્યાને લઇને શહેર અને ગ્રામ્યની હદ નક્કી કરી હતી.
અમદાવાદ શહેરી વિસ્તારની સ્કૂલોને શહેર ડીઇઓ, જ્યારે બહારના વિસ્તારની સ્કૂલોને અમદાવાદ ગ્રામ્ય ડીઇઓ અંતર્ગત મૂકી છે. અમદાવાદની હદ લંબાવવા છતા પણ શિક્ષણ વિભાગે શહેર અને ગ્રામ્ય ડીઇઓની હદમાં કોઇ ફેરફાર કર્યા નથી. પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.આર પોટાએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગે પણ રેવન્યુ પ્રમાણે હદ નક્કી કરવી જોઇએ.
અમદાવાદની હદમાં આવતી સ્કૂલોને શહેરમાં જ ગણવાની માગણી
અમદાવાદ કોર્પોરેશન અને ઔડાની હદમાં આવતી ગ્રામ્યની સ્કૂલોને શહેરમાં સમાવેશ કરી લેવાયો છે. પરંતુ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોનો સમાવેશ શહેરમાં કરાયો નથી. હું માનું છું કે અમદાવાદ ગ્રામ્યની સ્કૂલોનું પરિણામ જાહેર ન થઇ જાય તે માટે અમદાવાદ શહેરની ઘણી સ્કૂલોને અમદાવાદ ગ્રામ્યમાં ચાલુ રખાઇ છે. અમારુ મહામંડળ માંગ કરે છે કે હદની વિસંગતિ દૂર કરીને તમામ સ્કૂલોનો સમાવેશ શહેરમાં કરવો જોઇએ. > ભાસ્કર પટેલ, પ્રમુખ - રાજ્ય શાળા સંચાલક મહામંડળ
આ 14 વિસ્તાર અમદાવાદની હદમાં હોવા છતાં તેનો સમાવેશ ગ્રામ્યમાં થાય છે
અમદાવાદ ગ્રામ્ય
2020 | 2022 | |
A1 | 1 | 15 |
A2 | 135 | 156 |
B1 | 527 | 488 |
B2 | 1074 | 717 |
અમદાવાદ શહેર
2020 | 2022 | |
A1 | 1 | 5 |
A2 | 200 | 199 |
B1 | 850 | 605 |
B2 | 1414 | 1001 |
વિદ્યાર્થીની સંખ્યા ગ્રેડ પ્રમાણે અલગ તારવતા ખ્યાલ આવ્યો કે, કોરોના બાદ એટલે કે 2020 કરતા 2022માં સારા ગ્રેડમાં પાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા વધુ છે.
રાજ્યની સરખામણીએ શહેરની સ્કૂલોનું પરિણામ 1.22% ઓછું, A-1 ગ્રેડમાં અમદાવાદ ત્રીજા ક્રમે
ધોરણ 12 સાયન્સના જાહેર કરાયેલા પરિણામમાં અમદાવાદ શહેર વિસ્તારની સ્કૂલોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોના વિદ્યાર્થીઓનુ પરિણામ વઘારે આવ્યુ હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ સિટીનું 70.80 ટકા જ્યારે અમદાવાદ રૂરલનું 75.85 ટકા પરિણામ આવ્યું છે. આમ બોર્ડના પરિણામ કરતા અમદાવાદ શહેરનું પરિણામ 1.22 ટકા ઓછું આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનું પરિણામ બોર્ડના પરિણામ કરતા 3.83 ટકા વધારે આવ્યું છે.
નવા નરોડા, નારણપુરાનું સૌથી વધુ 80 ટકા પરિણામ
વિસ્તાર | ટકાવારી |
નવા નરોડા | 79.76 |
નારણપુરા | 79.61 |
એલિસબ્રિજ | 78.45 |
ઘાટલોડિયા | 77.3 |
મેમનગર | 76.8 |
વિસ્તાર | ટકાવારી |
જોધપુર | 73.98 |
અમરાઇવાડી | 71.63 |
રાણીપ | 71.54 |
અસારવા | 71.46 |
મણિનગર | 71.05 |
ગ્રામ્યમાં એ-1 ગ્રેડ મેળવાનારાની સંખ્યા 1થી વધી 15 થઈ
એ-1 ગ્રેડમાં ગ્રામ્યમાં 15 અને શહેરમાં 5 વિદ્યાર્થીઓ આવ્યા છે. માસ પ્રમોશન પહેલાં 2020માં શહેર-ગ્રામ્યમાં એ-1 ગ્રેડની સંખ્યા 1-1 હતી. જે આ વર્ષે વધી છે. શહેરમાં 199 વિદ્યાર્થીએ એ-2 ગ્રેડ મળ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.