‘તમને જે ગુફામાં પ્રવેશવાનો ડર છે ત્યાં તમને જેની શોધ છે તે ખજાનો ધરાવે છે.’ -જોસેફ કેમ્પબેલના જીવન અને પુસ્તકથી પ્રેરણા લઇને 10 વર્ષના આર્ય દેસાઈ પોતાનું પ્રથમ પુસ્તક લખી યંગેસ્ટ ઓથર બન્યા છે. ‘ધ ડ્રેગન સ્ક્રોલ’ પુસ્તક આર્યએ 15 મહિનાના સમયગાળામાં લખી નાખ્યું જેનું વિમોચન આજે થશે લૉકડાઉનના સમયમાં આર્યએ પુસ્તક લખી અન્ય ઘણા લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે. 1.5 વર્ષના સમયગાળામાં આર્યએ 100થી વધારે પુસ્તકો વાંચ્યા છે.
આર્યની સિદ્ધિ અંગે વાત કરતા તેના માતાએ જણાવ્યુ હતુ કે બાળકને જો નાનપણથી જ યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તે ધારે તે હાંસલ કરી શકે છે. આ હેતુ સાથે તેમનો પરિવાર આર્યને માર્ગદર્શન આપી પુસ્તકો વાંચવા માટે હંમેશાં પ્રેરણા આપે છે. પરિણામે આર્ય યંગેસ્ટ ઓથર બન્યો છે.
વાંચવાથી મને કેરેક્ટર બિલ્ડિંગમાં સરળતા રહી
યંગેસ્ટ ઓથર આર્ય દેસાઈએ કહ્યું- બુક્સ વાંચવી એ મારી મનપસંદ એક્ટિવિટી છે. ‘ધ ડ્રેગન સ્ક્રોલ’ બુકનું મેઈન કેરેક્ટર એક નાનું બાળક છે જેને બાહ્ય દુનિયાનો ડર છે. તેમ છતાં તે અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. હિડન ટ્રેઝર્સને ડિકોડ કરી દુનિયાને બચાવે છે. અત્યાર સુધી કરેલ વાંચનના કારણે મને કેરેક્ટર બિલ્ડિંગ કરવામાં સરળતા રહી તેવું મારું માનવું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.