કેજરીવાલનો વેપારીઓ સાથે સંવાદ:માલ વેચાયા પછી ચૂકવણી થતી નથી, GSTથી વેપારીઓ દુઃખી છે, અમારી સરકાર બનશે તો 6 મહિનામાં GSTનું રિફંડ કરીશું

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અરવિંદ કેજરીવાલે સિંધુભવન રોડ પર આવેલા ગવાલીયા SBR ખાતે વેપારીઓ સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે હું ફલાઈટમાં ગુજરાત આવતો હતો ત્યારે અમદાવાદના એક વેપારી સ્ટોક બ્રોકર હતા. તેઓએ કહ્યું કે હું સીએમની બાજુમાં બેઠો છું. તેણે મને ફોટો લેવાનું કીધું પણ પછી કહ્યું ગરબડ થઈ જશે. આજકાલ તમારી પાછળ ED અને CBI પડી છે તો મારા પાછળ પણ પડી જશે. વેપારીઓ ડરેલા છે. દેશના વેપારીઓ ડરેલા હશે તો દેશ ક્યાંથી આગળ આવશે. હું સાંજે ગુજરાતમાં ઓફિસ આવ્યો ત્યારે ખબર પડી કે અમદાવાદ ઓફિસ દરોડા પડ્યા પણ કઈ ન મળ્યુ. સવારે પોલીસ કહે છે અમે રેડ કરી જ નથી. ત્રણ લોકો આવ્યા અને તપાસ કરી તેમનું આઈકાર્ડ માંગવામાં આવ્યું બતાવ્યું.

લોકોના મનમાંથી ડર કાઢવાની જરૂર છે
આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભયમુક્ત વાતવરણ આપવામાં આવશે. લોકોના મનમાંથી ડર કાઢવાની જરૂર છે. સૌથી વધુ GSTથી વેપારીઓ દુઃખી છે. GSTને એટલું મજબૂત કર્યું છે કે આ બાબતને સરળ બનાવીશું. કેન્દ્ર અને ગુજરાત લેવલે પણ રજુઆત કરીશું. GSTને સરખું કરવું જરૂરી છે. વેપારીઓની એક જ મોટી સમસ્યા પેમેન્ટની છે. માલ વેચીએ પરંતુ ચુકવણી થતી નથી જેથી વેપારીઓ તેના માટે ડૂબે છે. આ બાબતે અમે ખૂબ જ ચર્ચા કરી રહ્યા છીએ અને તેનો કાયદો બનવો જોઈએ તેવી વ્યવસ્થા કરીએ છીએ. ગુજરાતમાં સરકાર બનશે તો 6 મહિનામાં રિફંડ કરીશું.અમે ભ્રષ્ટાચારમુક્ત શાસન લાવીશું. એકપણ સરકારી કર્મચારી કે પોલીસકર્મીઓની હિંમત નહી થાય કે પૈસા માગે.​​​​​​​

​​​​​​​કેજરીવાલે રિક્ષાચાલકો સાથે સંવાદ કર્યો​​​​​​​
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વૈષ્ણૌદેવી સર્કલ પાસે રિક્ષાચાલકો સાથે સંવાદ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે રિક્ષાચાલકો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે આજે હું કહેવા માગું છું કે ભાજપે આખા દેશને ડરાવીને રાખ્યો છે. સોશિયલ મીડિયા માધ્યમથી ગુજરાતમાં પંજાબમાં હું એક રિક્ષાચાલકના ઘરે જમવા ગયો હતો અને હે વીડિયો વાઇરલ થયો હતો આજે ગુજરાતમાં છું અને આજે એક રિક્ષાચાલકે મને ઘરે જમવાનું કીધું છે તો હું તેમના ઘરે જમવા જઈશ. આજ દિન સુધી ભાજપના કોઈ મુખ્યમંત્રીના ઘરે ગયા છે ? અમે તમારા છીએ. મને દિલ્લીના રિક્ષાચાલકો પ્રેમ કરે છે.કોરોનામાં લોકડાઉનમાં દિલ્હીમાં અમે બે વાર રૂપિયા 5000 રીક્ષાચાલકોને આપ્યા છે.

અરવિંદ કેજરીવાલની ફ્રીની રેવડી સૌને જોઈએ છે
ગુજરાતમાં કેટલા પૈસા આપ્યા છે ? સરકારી સ્કૂલમાં કેવી શિક્ષણ છે ? બેકાર છે કે સારી છે ? અમારી સરકાર બનાવો હું તમારા બાળકોને ડોકટરો અને એન્જિનિયર બનાવીશ. સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે અને મજબૂરીમાં ભણાવે છે.અરવિંદ કેજરીવાલની ફ્રીની રેવડી સૌને જોઈએ છે. અમે મફતની રેવડી આપીશું. ભાજપ કહે છે કે અમે મફતની રેવડી નહિ આપીએ એટલે સરકારી સ્કૂલોમાં સારું શિક્ષણ નહિ આપીએ એટલે આ લોકોને વોટ આપવાની જરૂર નથી અમને વોટ આપો. કેવા હિન્દૂ લોકો છે આ લોકો, હિન્દુ ધર્મમાં બીમાર લોકોને સારવાર કરાવવી પૂણ્યનું કામ છે. મફતમાં સારવાર થાય તો પણ આ લોકોને નથી કરવા માંગતા. હું મફતમાં સારવાર આપીશ.સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં છે.

દિલ્લી અને પંજાબમાં લોકોએ અમને મોકો આપ્યો
તેમણે કહ્યું કે અમારી સરકાર બનાવો એટલે માર્ચ મહિનાથી તમારા બિલ ઝીરો આવશે. ​​​​​​​મુખ્યમંત્રી અને મંત્રીઓને 4000 યુનિટ મફત મળે છે પરંતુ 300 યુનિટ લોકોને આપીએ તો તેમને તકલીફ પડે છે. અમને મહિલાઓના ખાતામાં 1000 આપીશું પરંતુ તમે તેમના પાસેથી દારૂ પીતા નહીં.ગુજરાતમાં દરેક રિક્ષાચાલકો જે પણ મુસાફરો બેસે તેમને કહો આમ આદમી પાર્ટીને વોટ આપો. દિલ્લીમાં રિક્ષાચાલકોએ આ રીતે કર્યું હતું. આ લોકો દ્વારા MLAને ખરીદવામાં આવે છે, ઝેરી દારૂ વેચવામાં આવે છે. અમને એક મોકો આપો. દિલ્લી અને પંજાબમાં લોકોએ અમને મોકો આપ્યો છે ગુજરાતમાં એક મોકો આપો તો તમારી સાથે મળી બદલાવ લાવીશું.

ગુજરાતમાં કરોડોનું ડ્રગ્સ છેલ્લા કેટલાક મહિનામાં પકડાયું
અરવિંદ કેજરીવાલે અમદાવાદ એરપોર્ટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાતમાં આવતા ડ્રગ્સ મામલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક પોર્ટ ઉપર હજારો કરોડનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે. પ્રશાસનની મિલીભગતના કારણે આવું થાય છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ છેલ્લા કેટલાય મહિનામાં અહીંયા આવ્યું છે. જે પકડાયું હોવાનું જાહેર થયું છે. જે નથી પકડાયું તે કેટલું હશે?

ગુજરાત અને પંજાબ પોલીસ કેટલીકવાર સાથે ડ્રગ્સ પકડે છે
મોટા પ્રમાણમાં ડ્રગ્સ ગુજરાતમાં આવે છે, જેને રોકવામાં પ્રશાસન નિષ્ફળ છે. ભ્રષ્ટાચાર અને તેમના કેટલાક મિત્રોને ફાયદો પહોંચાડવા માટે યુવાનોને દાવ પર રાખ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સ છે અને અહીંયાથી આખા દેશમાં સપ્લાય થાય છે, એટલે દેશ અને ગુજરાતના યુવાનો તેને લે છે. ગુજરાતમાંથી ડ્રગ્સ પંજાબ અને અન્ય રાજ્યોમાં જાય છે તે બંધ થવું જોઈએ. ડ્રગ્સ ગુજરાતમાંથી પંજાબમાં જાય છે અને ઘણી વખત ગુજરાત અને પંજાબ પોલીસ સાથે મળી અને આ ડ્રગ્સ પકડે છે.

ગુજરાતમાં અમારી સરકાર બની તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે. જેની ગેરંટી આપવા માટે આવ્યા છે. ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર થયો છે, જેટલા પણ પેપરો ફૂટ્યા છે તે તમામની અમે તપાસ કરાવીશું. કોઈપણ ધારાસભ્ય, મંત્રી કવ મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર નહીં કરે. દોષીતોને કડક સજા અપાવીશું. ભ્રષ્ટાચાર નહીં થાય તેના કારણે જે પણ પૈસા બચશે તેને પ્રજાના કામો માટે વાપરવામાં આવશે અત્યારે જે પૈસા બેંકમાં ગયા છે તે પ્રજાના કામમાં ઉપયોગમાં લેવાશે.

અન્ય સમાચારો પણ છે...