તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વસંસ્કૃતિપર્વ:સંસ્કૃતિપર્વમાં ‘લોકગીતોમાં સંવેદના’ અંગે અરવિંદ બારોટે કહ્યું માનવીય સંવેદનાઓની સાથે લોકગીતોનો સુંદર અનુબંધ છે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

એક સંસ્કારી પિતા જે વાત્સલ્યથી પોતાના સંતાનને ઉછેરે, તે રીતે શ્રેણિકભાઈએ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટનું જતન કર્યું છે. પ્રારંભમાં એમના સહયોગથી ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટને એના કાર્યને માટે મકાન મળ્યું. વિશ્વકોષ ટ્રસ્ટના વિમોચન સમારંભમાં તેઓ અવશ્ય ઉપસ્થિત રહેતાં અને સાંજે યોજાતા આ સમારંભને કારણે તેઓ ચોવિહાર કરી શકતા નહીં, એટલે તેઓ ઘણીવાર સાંજનું ભોજન છોડીને પણ તેમણે આ સંસ્થાને હૂંફ આપી છે. આ શબ્દો છે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના.

ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના સ્થાપના દિન નિમિતે ઓનલાઈન યોજાએલા વિશ્વસંસ્કૃતિપર્વના ત્રીજા દિવસે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના પ્રમુખ શ્રેણિકભાઈ કસ્તૂરભાઈના સહયોગની તેમણે વાત કરી હતી. ત્યાર પછી ‘લોકગીતોમાં વૈશ્વિક સંવેદના’ એ વિશે અરવિંદ બારોટે વિશ્વના લોકસાહિત્ય પર પ્રકાશ પાડ્યો.અરવિંદ બારોટે વક્તવ્યમાં કહ્યું કે, ‘અંગત લાગણીઓ અને સાંસારિક ઘટનાઓને વ્યક્ત કરવાની વિશ્વની તમામ પ્રજાઓ પાસે એક સમાન પરંપરા છે. તે ગાઈને-નાચીને સુખ-દુઃખને વહેંચે છે. લોકગીતનો અનુબંધ માનવીય સંવેદના સાથે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો