ઉત્સવ:અમદાવાદમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર ખાતે દિવાળીના અવસરે કલાત્મક રંગોળી કરાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રંગોળીમાં 60 ફૂટનો તિલક-ચાંદલો, ઇંજેક્શનની પ્રતિકૃતિ અને વેક્સિન દર્શાવવામાં આવી છે

સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ" અંતર્ગત સ્વામિનારાયણ મંદિર, મણિનગરના પરિસરમાં દિપાવલીના શુભ અવસરે અદ્ભુત કલાત્મક રંગોળી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણા અને પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની નિશ્રામાં આયોજન કરવામાં આવેલ છે. જેમાં 60 ફૂટનો તિલક-ચાંદલો, ઇંજેક્શનની પ્રતિકૃતિ વેક્સિન દર્શાવેલ છે. સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવનો લોગો જે રાઉન્ડ ફરતો દશ્યમાન થાય છે.50 ફૂટ x 75 ફૂટના લંબચોરસમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો ટેબ્લો પણ દર્શાવેલ છે.ભારતીય સંસ્કૃતિની વિરાસત તાને જાળવવા સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સતત સક્રિય છે.

રંગો વિનાનું જીવન પણ શુષ્ક અને નિરસ છે
રંગોળી એ પ્રેમનું પ્રતિક છે. સ્વાગતનું સ્વસ્તિક છે. રંગરૂપી ભાવ છે અને આકૃતિ રૂપી આવકાર છે રંગો વિનાનું જીવન પણ શુષ્ક અને નિરસ છે. રંગ થકી જ જીવન રંગીન છે વરના ગમગીન છે. નિરસ જીવનમાં સરસ, નવરંગ પૂરે એનુ નામ રંગોળી. રંગની ઉમંગ ભરી એક અજબ આલમ છે. અને એટલે જ આપણા આર્ષદષ્ટાઓએ માનવજીવન રંગીન બનાવે, એ માટે પ્રસંગ, પ્રસંગે રંગોળી પૂરવાનો આદેશ કર્યો. અને એટલે જ ભારતવર્ષમાં રંગે ચંગે ઉરના ઉમંગે ઉત્સાહભેર ઉજવાતો દિપાવલીપર્વ રંગબેરંગી રંગોળી વીના અધૂરો ફીકો લાગે. એવું કહેવાય છે કે, દિપાવલીના વિશેષ દિવસોમાં વિશિષ્ટ સાત્વિક શકિતઓનું અવની પર અવતરણ થાય છે.

લોકોએ ભેગા મળીને રંગોળી બનાવવામાં આવી
લોકોએ ભેગા મળીને રંગોળી બનાવવામાં આવી

ઘીરે ધીરે રંગોળીનો આર્વી ભાવ થયો
માનવ જયારથી સમજતો, પોતાના ભાવ વ્યકત કરતો થયો ત્યારથી પોતાના મનોભાવ વ્યકત કરવા, પોતાના મનગમતા ચીત્રો રેતી વિવિધ જગ્યાએ દોરતો. સંસ્કૃતિ અને સંસ્કારનાં ઉત્તથાનની સાથો સાથ તે દિવાલો ઉપર ચીત્રો દોરી ભીતરનાં ભાવ વ્યકત કરતો. આમ ઘીરે ધીરે રંગોળીનો આર્વી ભાવ થયો. એ રીતે મીસર સંસ્કૃતિમાં રંગોળીનો ઉલ્લેખ મળે છે. મહાભારત અને રામાયણમાં પણ ઉત્સવ પ્રસંગે, મંદિરોમાં તેમજ તુલસી કયારાઓ પાસે રંગોળી કરાયાનો ઉલ્લેખ મળે છે.

આંગળી અને અંગૂઠો મળીને જે જ્ઞાનમુદ્રા બનાવે છે
રંગોળી બનાવતી વખતે તમારી આંગળી અને અંગૂઠો મળીને જે જ્ઞાનમુદ્રા બનાવે છે તે તમારા મગજને ઊર્જાવાન અને સક્રિય બનાવવાની સાથે સાથે બૌદ્ધિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી જો તમે રંગોળી બનાવો છો તો તેનાથી તમારું મગજ સંતુલિત રહેશે અને યાદ શક્તિમાં વધારો થશે.રંગોની સકારાત્મક અને નકારાત્મક અસરોને વિજ્ઞાન અને વિવિધ ચિકિત્સા પ્રણાલીઓ પણ માને છે. જ્યારે તમે રંગોના સંપર્કમાં આવો ત્યારે તેમના દ્વારા ઉત્સર્જિત ઊર્જાનો તમારા પર પ્રભાવ પડે છે, જેનાથી વિવિધ પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો ઉપચાર સંભવ છે.

રંગોળી ધાર્મિક સાંસ્કૃતિક આસ્થાનું પ્રતિક તેને આધ્યાત્મિક પ્રક્રિયાનું અંગ માનવામાં આવે છે
રંગોળી ધાર્મિક સાંસ્કૃતિક આસ્થાનું પ્રતિક તેને આધ્યાત્મિક પ્રક્રિયાનું અંગ માનવામાં આવે છે

રંગોળી ધાર્મિક, સાંસ્કૃતિક આસ્થાનું પ્રતિક છે
રંગોળી ધાર્મિક, સાંસ્કૃતિક આસ્થાનું પ્રતિક છે. તેને આધ્યાત્મિક પ્રક્રિયાનું અંગ માનવામાં આવે છે. તેથી જ હવન અને યજ્ઞો કરતી વખતે પણ તેને બનાવવામાં આવે છે. જમીન શુદ્ધિકરણની ભાવના અને સમૃદ્ધિનું આહવાન પણ તેની પાછળ જવાબદાર છે. હર્ષ અને પ્રસન્નતાનું પ્રતિક છે રંગોળી. જેમ રંગોળી વિવિધ રંગોથી દીપી ઉઠે છે તેમ આપણું જીવન પણ રંગીન અને સંગીન બને અને આખું વર્ષ આનંદ, ઉલ્લાસ, ઉમંગથી પસાર એવો એનો દિવ્ય ભવ્ય ભાવ છે.

અન્ય સમાચારો પણ છે...