શ્રદ્ધાંજલિ:કલાકાર પ્રવિણભાઈ ‘લાલી’ એ ખાદી પર વિવિધ કદના 50 ચિત્રો પ્રદર્શિત કરીને ગાંધીજીને અંજલી અર્પણ કરી

અમદાવાદ23 દિવસ પહેલા
રવિશંકર રાવળ કલાભવનમાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું
  • ગાંધીજીએ ધારણ કરેલી ખાદીનું તેમના જીવન અને હૃદયમાં ખાસ સ્થાન હતું: પ્રવિણભાઈ પટેલ

કલાકાર પ્રવિણભાઈ ‘લાલી’ પટેલ દ્વારા ગાંધીજીના જીવનની ઉજવણીને એક કેનવાસ પર વ્યક્ત કરી દુનિયા સમક્ષ મુકવાનો પ્રયત્ન કરાયો છે. પ્રવિણભાઈએ ખાદીના કપડાંનો કેનવાસ તરીકે ઉપયોગ કરીને તેના પર ગાંધીજીના અને પોતાના વિચારોને કલા દ્વારા જીવંત કર્યાં છે. આ કલાને રજુ કરવા માટે પહેલા તેમણે ખાદી સાથે ખાસ પ્રયોગો કર્યાં અને તેમની પસંદ અને જરૂરિયાતને આધારે ખાસ ખાદી બનાવવામાં પણ આવી હતી. તેમણે ખાદી પર વિવિધ કદના 50 ચિત્રો બનાવ્યાં છે. તેઓ આ ચિત્રોનું અમદાવાદના લૉ ગાર્ડન નજીક આવેલા રવિશંકર રાવળ કલાભવનમાં ગઈ કાલે રવિવારે કલા પ્રદર્શનમાં પ્રદર્શિત કરીને ગાંધીજીને અંજલી અર્પણ કરી હતી.

રવિશંકર રાવળ કલાભવનમાં ગઈ કાલે રવિવારે કલા પ્રદર્શનમાં ચિત્રો મુકાયા
રવિશંકર રાવળ કલાભવનમાં ગઈ કાલે રવિવારે કલા પ્રદર્શનમાં ચિત્રો મુકાયા

આ અંગે પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે, ગાંધીજી એક વૈશ્વિક પ્રતિભા છે. તેમના વિચારો આજે પણ તેટલા જ સુસંગત અને પ્રાસંગિક છે. ગાંધીજીએ ધારણ કરેલી ખાદીનું તેમના જીવન અને હૃદયમાં ખાસ સ્થાન હતું. ગાંધીજીની પ્રિય ખાદી સાથે આ પ્રકારના કોઈપણ પ્રયોગને જીવનમાં ઉતારવો એક પ્રકારનો પડકાર છે. આ પ્રયાસ માટે જાણીતા ગાંધીવાદી મનુભાઈ મહેતાનો ખૂબ મોટો સહકાર પ્રાપ્ત થયો છે.

ગાંધીજીના વિચારો આજે પણ તેટલા જ સુસંગત અને પ્રાસંગિક છે
ગાંધીજીના વિચારો આજે પણ તેટલા જ સુસંગત અને પ્રાસંગિક છે

અનેક જાણિતી કંપનીઓના લોગો ડિઝાઈન કર્યાં
પ્રવિણભાઈ કલા ક્ષેત્રે ડિપ્લોમાની ડિગ્રી ધરાવે છે. તેમણે અનેક જાણિતી કંપનીઓના લોગો ડિઝાઈન કર્યાં છે. તેમણે જનજાગૃતિ માટે પોતાની કલાનો ઉપયોગ કરીને 3 હજારથી વધુ ચિત્રોનો સંગ્રહ તૈયાર કર્યો છે. 140થી વધુ લૉગો ડિઝાઈન કરવાની સાથે વિવિધ સામાજિક મુદ્દાઓ પર 144થી વધુ પોસ્ટર્સ બનાવ્યાં છે. પ્રવિણભાઈ હંમેશા બધાથી અલગ કરવામાં માને છે. ઈનોવેશન થૃ યોગા પણ તેમનો એક અનોખો પ્રયોગ છે. યોગા એક એવી સાધના છે. જે તમને ગમતી પ્રવૃત્તિઓમાં એકાગ્રતા સાથે પ્રવૃત્ત થવા પ્રેરે છે. આજ યોગની અનોખી ભાત પ્રવિણભાઈએ પોતાની વિશિષ્ઠ ડિજિટલ પેઈન્ટિંગમાં ઉપસાવી છે.

ખાદી પર વિવિધ કદના 50 ચિત્રો બનાવ્યાં છે
ખાદી પર વિવિધ કદના 50 ચિત્રો બનાવ્યાં છે

પ્રવિણભાઈની સર્જન યાત્રા

  • લાઈફ ઈન કલર પ્રવિણભાઈના એવા 500 ચિત્રોનો સંગ્રહ છે જે ફક્ત ઓઈલ કલરથી કેન્વાસ પર અનોખું ભાવ વિશ્વ રચે છે.
  • ગુડ મોર્નિંગ ગુજરાત 111 ચિત્રોનો પુષ્પગુચ્છ ગુજરાતની સંસ્કૃતિને વાચા આપે છે.
  • ફ્લાઈંગ લાઈન ઈલેસ્ટ્રેશનમાં 1 હજાર લાઈનનું સંકલન આવેલું છે.
  • પંચામૃત પંચામૃત નામની બુકમાં સ્લોગન વિથ પેઈન્ટિંગમાં સર્જન શક્તિનો પરિચય થાય છે.
500 ચિત્રોનો સંગ્રહ છે જે ફક્ત ઓઈલ કલરથી કેન્વાસ પર અનોખું ભાવ વિશ્વ રચે છે
500 ચિત્રોનો સંગ્રહ છે જે ફક્ત ઓઈલ કલરથી કેન્વાસ પર અનોખું ભાવ વિશ્વ રચે છે
અન્ય સમાચારો પણ છે...