તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વેપારીને VIP ફોન નંબર આપવા કહી ગઠિયાએ 1.54 કરોડ પડાવ્યા, વેપારીએ પૈસા પાછા માગતા ગઠિયાએ માત્ર 12 લાખ જમા કરાવ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાકીના પૈસા પાછા ન મળતા વેપારીની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ

ખાનગી મોબાઈલ કંપનીના વીઆઈપી પ્રીમિયમ નંબર સસ્તામાં આપવાનું કહીને ગઠિયાએ વેપારી પાસેથી રૂ.1.54 કરોડ પડાવી લીધા હતા. જોકે ગઠિયાએ કાર્ડ નહીં આપતા વેપારીએ પૈસા પાછા માગતા ગઠિયાએ રૂ.11.71 લાખ પાછા આપી દીધા હતા. જ્યારે બાકીના પૈસા નહીં આપી તેમજ કાર્ડ પણ નહીં આપી છેતરપિંડી કરતા વેપારીએ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

સનાથલ શાંતિપૂરા સર્કલ પાસે ગ્રીનપાર્ક માં રહેતા નિખિલભાઈ જગદીશભાઈ શાહ (ઉં.58) નારોલ સુદામા એસ્ટેટમાં અર્પણ ઈન્ડસ્ટ્રીઝ નામથી કેમિકલ મેન્યુફેકચરિંગનો વેપાર કરે છે. 18 જૂલાઈ, 2019ના રોજ નિખિલભાઈના મોબાઇલ ફોન પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામે વાળા વ્યક્તિએ પોતાની ઓળખાણ ધ્રુવીલ મહેતા તરીકે આપી હતી અને ખાનગી મોબાઈલ કંપનીના વીઆઈપી પ્રીમિયમ નંબર ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાનું કહીને વાત શરૂ કરી હતી.

ત્યાર બાદ ધ્રુવીલે નિખિલભાઈને કહ્યું હતું કે વીઆઈપી નંબર ખૂબ ઉંચી કિંમતમાં વેચાય છે, જોકે તેવા વીઆઈપી નંબરો તે નિખિલભાઈને ખૂજ જ સસ્તી કિંમતમાં આપશે. આટલું જ નહીં નિખિલભાઈ જે પણ નંબરો લેશે તેમાંથી ધ્રુવીલ તેમને કંપનીમાંથી 70થી 80 ટકા સુધી રિફંડ કરાવી આપશે, તેવી વાતો કરીને વિશ્વાસ કેળવ્યો હતો અને નિખિલભાઈ પાસેથી ટૂકડે-ટૂકડે રૂ.1.54 કરોડ પડાવ્યા હતા. જોકે પૈસા લીધા બાદ પણ ધ્રુવીલે કાર્ડ નહીં આપતા નિખિલભાઈને શંકા થઈ હતી. ત્યારબાદ નિખિલભાઈએ પૈસા પાછા માંગતા ધ્રુવીલે તેમના ખાતામાં રૂ.11.71 લાખ જમા કરી દીધા હતા. જ્યારે બાકીના પૈસા પાછા આપ્યા ન હતા. આખરે નિખિલભાઈએ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

નિખિલભાઈની ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા ધ્રુવીલનું સુરત કનેક્શન બહાર આવ્યુ હતું. તેથી સાઇબર પોલીસ સુરત જઈને તપાસ કરતા ધ્રુવીલ નારણપુરા વિસ્તારમાં જ રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સાઇબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નિખિલભાઈને 11 VIP નંબર ફોન પર મોકલ્યા હતા
નિખીલભાઈ સાથે ફોન પર વાત કર્યા બાદ તેમનો વિશ્વાસ કેળવવા માટે ધ્રુવીલે તેમના ફોનમાં વોટ્સએપથી 11 વીઆઈપી નંબર લખીને મોકલ્યા હતા. જોકે તે નંબરોમાંથી એક પણ નંબર નિખિલભાઈને આપ્યો ન હતો. આટલું જ નહીં શંકા જતા નિખિલભાઈએ સુરત જઈને તપાસ કરી હતી . ત્યારે ધ્રુવીલ નામનો કોઈ માણસ કંપનીમાં નોકરી કરતો જ નહીં હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...