છેતરપિંડી:ક્રેડિટકાર્ડની લિમિટના બહાને ગઠિયાએ 1.24 લાખ પડાવ્યા, બેંકકર્મી તરીકે ઓળખ આપી OTP મેળવ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ક્રેડિટકાર્ડની લિમિટ વધારી આપવાનું કહીને ગઠિયાએ યુવાનના ક્રેડિટ કાર્ડમાંથી રૂ.1.24 લાખ ઉપાડી લીધા હતા. ન્યૂ રાણીપની શ્રીદત્ત રેસિડેન્સીમાં રહેતા ધ્રુવીલ વ્યાસ(32) શો રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. તેઓ એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ ધરાવે છે, જેની લિમિટ રૂ.1.30 લાખની છે.

ધ્રુવીલભાઈ ઉપર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામે વાળાએ પોતાની ઓળખાણ બેંકના કર્મચારી તરીકે આપી ક્રેડિટ કાર્ડની લિમિટ રૂ.90 હજાર વધારીને રૂ.2.20 લાખ કરી આપવાની વાત કરી હતી. જેથી ધ્રુવીલભાઈએ હા પાડતા ફોનમાં આવેલો ઓટીપી આપ્યો હતો. બીજા દિવસે ક્રેડિટ કાર્ડમાંથી બે ટ્રાન્જેકશનથી રૂ.90 હજાર અને રૂ.34 હજાર મળીને કુલ રૂ.1.24 લાખ ઉપડી ગયા હતા. આ અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...