તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:ટોસિલિઝુમેબ વેચવા ગઠિયાએ પિતા પુત્રને આખી રાત રોડ પર ઉભા રાખ્યા

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 45 હજારમાં એક ઈન્જેક્શન આપવાની ડીલ નક્કી થઈ હતી

45 હજારમાં ટોસિલિઝુમેબ ઈન્જેક્શન આપવાનું કહીને ગઠિયાએ ઓનલાઈન 3 ટ્રાન્જેક્શનથી 45 હજાર એડવાન્સ મગાવી લીધા હતા. ત્યારબાદ ડ્રાઈવ-ઈન હિમાલયા મોલ પાસે ઈન્જેક્શન પહોંચાડવાનું કહેતાં પિતા-પુત્ર ઈન્જેક્શન લેવા ત્યાં પહોંચી આખી રાત ઈન્જેક્શનની રાહ જોતાં ઉભા રહ્યાં છતાં ઈન્જેક્શન નહીં આવતા આખરે પોતે છેતરાયાની જાણ થઈ હતી.

થલતેજ અનન્ય ફલેટમાં રહેતા તેજસ ગઢિયાને કોરોના થયો હોવાથી શેલ્બી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા હતા. તેમને ટોસિલિઝુમેબ ઈન્જેકશનની જરૂરિયાત જણાવતાં, તેજસના પિતરાઈ રાજીવ ઠક્કરે મેડિકલ સ્ટોરમાં તપાસ કરતાં ક્યાંય ઈન્જેકશન મળ્યું ન હતું. મિત્ર મલિક રૂપાણીએ કહ્યું હતું કે, પાલનપુરના રહેવાસી દેવાંગ દિલીપભાઈ દવે મારી હોટલમાં રોકાય છે. તે ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપશે.

તેમ કહીને મલિકે રાજીવભાઈને દેવાંગના નંબર આપતા બંનેએ વાત કર્યા બાદ રાજીવભાઈએ રૂ. 45 હજાર ચૂકવી દીધા હતા. તેમને કહ્યું કે, મારો માણસ વડોદરાથી ઈન્જેક્શન લઈને નીકળી ગયો છે, તમને મળી જશે.

રાતે 12.30 વાગ્યે દેવાંગે રાજીવભાઈને કહ્યું કે, ડ્રાઈવ-ઈન હિમાલયા મોલ પાસે માણસ તમને ઈન્જેકશન આપી જશે. તેથી રાજીવભાઈ અને દીકરો કેવલ 12.55 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ઈન્જેક્શનની રાહ જોઈને ત્યાં ઉભા રહ્યા છતાં દેવાંગ કે તેનો માણસ આવ્યા ન હતા.

ફાર્મા કંપની ઈન્જેક્શન આપશે ત્યારે પહોંચાડીશ
રાજીવભાઈએ દેવાંગ પાસે ઈન્જેક્શનના રૂ.45 હજાર પાછા માગતા, દેવાંગે કહ્યું કે મેં ફાર્મા કંપનીમાં ઈન્જેક્શનના પૈસા આપી દીધા છે એટલે હવે પૈસા પાછા નહીં મળે ઈન્જેક્શન આવશે એટલે તમને પહોંચાડી દઈશ.

અન્ય સમાચારો પણ છે...