તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઇમ:1 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરાવી ગઠિયાએ 20 હજાર પડાવ્યા, યુવતીએ જૂનો સોફો OLX પર વેચવા કાઢ્યો હતો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ક્યુઆર કોડથી યુવતી પાસે 1 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરાવ્યું, બાદમાં રૂ. 25 હજાર જમા કરાવ્યા ન હતા

યુવતીએ ઓએલએકસ પર જૂનો સોફો વેચવા માટે મુક્યો હતો. અડધા જ કલાકમાં ગઠિયાએ યુવતીને ફોન કરીને સોફો લેવાનું કહ્યું હતું. ગઠિયાએ યુવતી પાસે ઓનલાઈન 1 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરાવીને રૂ.19,799 ઉપાડી લીધા હતા.

નારણપુરાની નાગરજી સોસાયટીમાં રહેતી સંપૂર્ણા સંજય પટનાયકને જૂનો સોફો રૂ. 25 હજારમાં વેચવાનો હોવાથી તેણે 14 જૂને ઓએલએક્સ પર ફોટા સાથે સોફાની જાહેરાત મૂકી હતી. અડધા જ કલાકમાં એક ગઠિયાએ સંપૂર્ણાને ફોન કરીને સોફો ખરીદવાની ઇચ્છા દર્શાવી, સાંજે 5 વાગે સોફો જોઇને પૈસા આપવાનું કહ્યું હતું.

દરમિયાન 5 વાગે ગઠિયાએ બીજા નંબર પરથી સંપૂર્ણાને ફોન કરીને કહ્યું કે, તમે મારા ગુગલ પે એકાઉન્ટમાં 1 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરો. એટલે હું તમારા ખાતામાં રૂ. 25 હજાર જમા કરાવું છું. જેના માટે હું તમને ક્યુઆર કોડ મોકલું છું. જેથી સંપૂર્ણાએ ક્યુઆર કોડ સ્કેન કરીને 1 રૂપિયાનું ટ્રાન્જેક્શન કર્યું, પણ ત્યારબાદ તેના ખાતામાં એકપણ રૂપિયો જમા થયો ન હતો. જ્યારે સંપૂર્ણાના ખાતામાંથી ગુગલ પે અને લિંક કરેલા બેંક એકાઉન્ટમાંથી રૂ. 19,799 ઉપડી જતાં સંપૂર્ણાએ ગુજરાત યુનિર્વસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...