તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:સિવિલમાં મહિલાના 23 હજારના દાગીના લઈ ગઠિયો ફરાર

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરની સિવિલ હોસ્પિ.માં આધેડ વયની મહિલાને ટ્રસ્ટમાંથી દવા અપાવવાનું કહી એક પુરુષ રૂ.23 હજારના દાગીના ઉતરાવી લઈને ફરાર થઈ ગયો હોવાની મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સરખેજમાં ગાયત્રી સોસા.માં રહેતા નાનીબેન વાઘેલા (ઉં.50) તેમના પતિ સાથે ગઈ 26મીના રોજ શાહીબાગ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. દરમિયાન નાનીબેનને 45થી 50 વર્ષનો એક અજાણ્યો પુરુષ મળ્યો હતો. જેણે પૂછપરછ કરીને તેમના ગામ તરફનો હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો. દરમિયાન એ પુરુષે નાનીબેનને ટ્રસ્ટની દવા અપાવવાનું અને એકસ-રે પડાવતી વખતે દાગીના કાઢી નાંખવાનું કહ્યું હતું. તેથી નાનીબેને તેમના સોનાના કાપ, ચાંદીના છડા કાઢીને પ્લાસ્ટીકની થેલીમાં મુક્યા હતા. દરમિયાન એ પુરુષ તક જોઇને દાગીનાવાળી થેલી લઈ ફરાર થયો હતો. નાનીબેને અજાણ્યા પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો